Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ધાનેરા તાલુકાના વાલેરથી વોડા ગામ તરફ જવાના રસ્તાનું કામકાજ 6 માસથી બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી

ધાનેરા:તાલુકાના વાલેરથી વોડા ગામ તરફ જતા માર્ગનું કામ છેલ્લા છ માસથી બંધ રહેતા વાહન ચાલકો અકળાઈ ઉઠયા છે. જો સત્વરે માર્ગનું કામ નહિ શરૃ કરવામાં આવે તો ગ્રામજનો રસ્તો બંધ કરી વિરોધ કરશે.

ધાનેરા રેલવે પુલ નું કામ ચાલતું હોવાથી જે તે સમયે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.જેના કારણે ભારી ભરખમ વાહનો ગામમાંથી પસાર થતા હતા.જેના કારણે વાલેર થી વોડા ગામ તરફ નો ડામર રસ્તો તૂટી ગયો હતો.જેની સામે સરકાર દ્વારા વાલેર થી વોડા ગામ સુધી નવીન પહોળો ડામર રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ રોડની કામગીરી છેલ્લા ૬ માસ કરતા પણ વધારે સમયથી વાલેર વોડા માર્ગ પર મેટલ મૂકી બંધ કરી દેવામાં આવ્યું  છે.જેના કારણે આ માર્ગ પરથી અવર-જવર કરતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સમયસર રોડની કામગીરી શરૃ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.

(6:48 pm IST)