Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમદાવાદ કોર્પોરેશનની વોર્ડ નં. ૧૪ ની ચૂંટણીના પરિણામ મુદે્ સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ૭ મે પુનઃ મતગણતરી

ઍલ. ડી. ઍન્જીનીયરીંગ કોલેજ ખાતે મત ગણતરી કરાશેઃ રાજય ચૂંટણી આયોગની જાહેરાત

રાજકોટ તા. ૩૦ :.. અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ર૦ર૧ અન્વયે વોર્ડ નં. ૧૪ ના પરીણામ બાબતે નામ. સુપ્રિમ કોર્ટમાં  SLP(c) ૮૦૪૫ ૦f ૨૦૨૧ રીટની તા. ર૬-૪-ર૦રર ના રોજ નામ. સુપ્રિમ કોર્ટે આપેલ આદેશ મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૪ (કુબેરનગર) ની પુનઃ મતગણતરી દિન-૧૪ માં કરવાની થાય છે.
સુપ્રિમ કોર્ટના આદેશમાં આપેલ સૂચનો મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૪ (કુબેરનગર) ની પુનઃ મતગણતરીની તા. ૭-પ-ર૦રર ના સવારે ૯ કલાકે ઍલ. ડી. ઍન્જીનીયરીંગ કોલેજ, અમદાવાદ ખાતે કરાશે તેમ સી. બ્રહ્મભટ્ટ સચિવ રાજય ચૂંટણી આયોગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

(5:33 pm IST)