Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

નર્મદા જીલ્લામાં આદિવાસી પોષાકમાં પોલીસ ૫ કિ.મી. જંગલમાં ચાલીને ૨ આરોપીને ઝડપી લીધા

બાઇક ચોરના બે બનાવમાં કુલ આઠ આરોપી ઝડપાયાઃ ૮ બાઇક અને ૩,૪૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

નર્મદાઃ ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં બે બનાવમાં આઠ બાઇક ચોરને પોલીસે ઝડપી લીધા છે. જેમાં ૨ શખ્સો પાસેથી ૮ બાઇક અને ૩,૪૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બીજા બનાવમાં મધ્યપ્રદેશના ૨ વ્યકિતને ઝડપી પાડ્યા છે. જેમાં ૩ શખ્સો ફરાર છે. આ ચોરીના બાઇક મધ્યપ્રદેશ પાંચથી ૧૦ હજારમાં વેîચતા હતા. આરોપીઅોને ઝઢપી લેવા પોલીસે આદિવાસીનો ડ્રેસ પહેરીને તપાસ કરી હતી.

ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને ચોરી કરેલ કુલ ૮ મોટર સાઇકલ કિ.રૂ. 3,40,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નર્મદા લોકલ ક્રાઇમબ્રાંચ. નર્મદા એલસીબી પોલીસ ઝડપી પાડતી નર્મદા એલસીબી પોલીસે ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને ચોરી કરેલ કુલ 8 મોટર સાઇકલ 3,40,000 ના મુદ્દામાલ સાથે નર્મદા LCB પોલીસે 2 આરોપીને બાઈક ચોરીના ગુન્હામાં પકડી પાડ્યા છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી સમયાંતરે 8 બાઈકની ચોરી થઈ હતી.

જેમાં નર્મદા જિલ્લામાંથી 6 બાઈક ચોરી થઈ હતી. જે બાબતની નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ નર્મદા એલ સી બી પોલીસને સોંપવામાં આવી હતી. પોલીસ તપાસ દરમ્યાન નાંદોદ તાલુકના ગોપાલપુરા ચોકડી પાસે નાકાબંધી કરતા મધ્યપ્રદેશના કુલ 2 વ્યક્તિને રાજપીપલા વડીયા ગામ ખાતેથી ચોરી કરેલ હોન્ડા સાઇન મોટર સાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જેઓની વધુ પુછપરછ કરતા છેલ્લા ઘણા સમયથી તેઓની સાથે અન્ય 3 વ્યક્તિ સાથેની ટોળકી છે.

જેઓની સાથે ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓ જેમાં દાહોદ, વડોદરા જીલ્લા, ભરૂચ, સુરત,નર્મદા વિગેરે જીલ્લાઓમાંથી મોટર સાઇકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ તેમજ સદર જીલ્લાઓમાંથી ચોરી થયેલ મોટર સાઇકલ કબજે કરવામાં આવી છે. તેઓની પાસેથી કુલ ૮ મોટર સાઇકલ કબજે કરવામાં આવેલ છે. આ ટોળકી મોટર સાઇકલ ચોરી કરી મધ્ય પ્રદેશ ખાતે જઇ આ તમામ મોટર સાઇકલો આરોપી સુરાભાઇ બાયસીંગભાઇ અનારે તથા ધર્મેન્દ્રભાઇ રતનભાઇ દેવકાને વેચવાનું કામ કરતા હતા.

આ મોટર સાઇકલો રૂપિયા 5000 થી 10,000 સુધીની કિંમતમાં વેચતા હતા. જો કે નર્મદા એલસીબી પોલીસ મધ્યપ્રદેશના ધિલવાની ગામમાં પહોંચી તો ત્યાં ન તો જવાનો રસ્તો હતો કે ન ત્યાં બાઈક પણ પહોંચતું હતું. નર્મદા એલસીબી પહેરવેશ બદલીને 5 કિલોમીટર સુધી ચાલીને તપાસ માટે પહોંચી હતી. જંગલ વિસ્તાર હોવાથી નર્મદા પોલીસને આરોપીને પકડવામાં ખુબ મુશ્કેલી પડી હતી. જોકે પોતાના જીવના જોખમે નર્મદા એલસીબીએ બે આરોપીને હાલ તો પકડી પાડયા છે. હજુ 3 આરોપીની શોધખોળ ચાલુ છે.

(5:26 pm IST)