Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કાલે પાટણમાં રાજય કક્ષાનો સ્‍થાપના દિવસઃ અભૂતપૂર્વ સુરક્ષા ચક્ર

બોર્ડર જિલ્લો ધ્‍યાને રાખી, બોર્ડર વડા જે.આર. મોથલિયા દ્વારા મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમારના માર્ગદર્શન હેઠળ વિશાળ પોલીસ કાફલો તૈનાત : ભૂતકાળમાં ઉગ્રવાદીઓ દ્વારા હથિયારો ઉતર્યાની જૂની ફાઈલોના અભ્‍યાસ બાદ આઈબી વડા અનુપમસિંહ ગેહલોત દ્વારા સરહદી યુનિટો હાઈએલર્ટ પર મુકયાઃ પોલીસ દ્વારા વિવિધ સ્‍થળો પર સુરીલા સૂરો સાથે દુશ્‍મનોના દાંત ખાટા કરે તેવા કાબિલેદાદ પ્રદર્શન મુખ્‍યમંત્રી અને રાજયપાલ નિહાળશે

રાજકોટ, તા.૩૦:  શંકરસિંહ વાઘેલા મુખ્‍ય મંત્રી હતા એવા સમયે ૧૫ ઓગસ્‍ટ,૧૯૯૭ના રોજ નવા જાહેર થયેલ પાટણ જિલ્લો ૨૪ વર્ષ પૂર્ણ કરી ૨૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્‍યારે યોગાનું યોગ રાજ્‍યના સ્‍થાપના દિવસનો ઉત્‍સવ પાટણ ખાતે યોજાઇ રહ્યો છે ત્‍યારે સમગ્ર પાટણમાં ભવ્‍ય ઉત્‍સવ જેવો માહોલ છે, રંગારંગ રોશનીથી ઝળહળતી ઇમારતો સાથે છેલ્લા કેટલાક દિવસ થયા પોલીસ બેન્‍ડના સુરીલા સુરો ગુંજી રહ્યા છે.  

લોકોની ઉત્‍સાહ અને આવા કાર્યક્રમનો  સરહદી જિલ્લો ધ્‍યાને રાખી ઉગ્રવાદી લોકો લાભ ન ઉઠાવે તે માટે રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસિહમા કોમાર સાથે સતત પરામર્શ કરી રાજ્‍યના અનુભવી બોર્ડર રેન્‍જ વડા જે.આર.મોથલિયાએ આખી ફૂલપ્રૂફ રણનીતિ ગોઠવી તેને આખરીઓપ આપી રહ્યા છે.                                

હેમચંદ્રાચાર્ય ઊતર ગુજરાત યુનિ.ખાતે જયાં ઉજવણી થવાની છે તેવા આ સમારોહ માટે બોર્ડર રેન્‍જ વડા જે.આર. મોથલિયાના માર્ગદર્શન હેઠળ પાટણ એસપી વિજય પટેલ ટીમ દ્વારા મહાનુભાવો થી માંડી સામાન્‍ય લોકો સુધી પાંચ હજાર લોકો સારી રીતે બેસી શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.                    

મહાનુભાવો અને પાટણ શહેરની બોર્ડર સ્‍થિતિ તથા ભૂતકાળમાં કુખ્‍યાત ઉગ્રવાદી દ્વારા જે રીતે હથિયારો સમી તાલુકામાં ઉતારવામાં આવેલ તે બાબત ધ્‍યાને રાખી આઇબી વડા અનુપમસિંહ ગેહલોત બોર્ડર રેન્‍જ આઇબી યુનિટ હેઠળના તમામ જિલ્લાઓના આઇબી યુનિટ હાઇએલર્ટ પર મૂકી ઝીણામાં ઝીણી વિગતો એકત્ર કરી સ્‍થાનિક પોલીસ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે.                                              

બોર્ડર જિલ્લા પાટણમાં ૨૫ વર્ષે રાજ્‍ય લેવલનો ગુજરાત સ્‍થાપના દિવસ ઉજવાતો હોવાથી રેન્‍જ વડા જે.આર. મોથલિયાના સુપરવિઝન હેઠળ ૨,એસપી, ૧૧, ડીવાયએસપી, ૧૯ પીઆઇ, ૧૨૨ પીએસઆઈ સહિત કુલ ૧૬૫૦ થી વધુ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્‍યો છે. પોલીસ દ્વારા આયોજિત શષા પ્રદર્શનની મુલાકાત મુખ્‍યમંત્રી અને રાજ્‍યપાલ દ્વારા લેવામાં આવનાર છે.(

(3:40 pm IST)