Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુજરાતમાં હીટ વેવે તમામ રેકોર્ડ તોડ્યા : IMDએ આવતા રવિવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું : રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે

શુક્રવારે અમદાવાદ 44.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું

અમદાવાદ : ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી સપ્તાહ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે. હવામાન વિભાગે રવિવારે સવાર સુધી શહેર માટે રેડ એલર્ટ પણ જારી કર્યું હતું.

ગુજરાતમાં અવિરત 'આગ' વરસી રહી છે અને આગામી દિવસોમાં રાજ્યને વધુ ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી સપ્તાહ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે. આ સાથે હવામાન વિભાગે રવિવારે સવાર સુધી શહેર માટે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. જોકે, રેડ એલર્ટ બાદ થોડી રાહત મળી શકે છે.

શુક્રવારે અમદાવાદ 44.2 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું, ત્યારબાદ કંડલા એરપોર્ટ 44 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા ક્રમે રહ્યું. ગાંધીનગર, રાજકોટ અને અમરેલી 43.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ત્રીજા સૌથી ગરમ શહેરો હતા. જણાવી દઈએ કે, 8 એપ્રિલે રાજ્યમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે 11 વર્ષમાં એપ્રિલ મહિનાનું સૌથી વધુ તાપમાન હતું.

અમદાવાદમાં બુધવારથી સતત 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 44.2 °C, ગુરુવારે 44.4 °C અને શુક્રવારે 44.2 °C હતું. આગામી દિવસોમાં આ સ્થિતિ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ જોવા મળશે. આ વર્ષે ગરમી સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે અને 1 મેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. આ પછી પવનની પેટર્ન બદલાઈ શકે છે અને તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. તેમજ મે મહિનાનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે.

(2:53 pm IST)