Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલને કોવિડ હોસ્પટલમાં શિફ્ટ કરવા ઉપરથી મંજૂરી મળી કે નહિ તે બાબતે અનેક અટકળો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ તદ્દન ખખડધજ હાલતમાં હોય જેને સરકારના PIU વિભાગે પણ કંડમ જાહેર કરી છે ત્યારે ત્યાં આવતા જતા દર્દીઓ,દાખલ દર્દીઓ અને હાજર સ્ટાફ માટે આ બિલ્ડિંગ જોખમી કહી શકાય છતાં અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી વર્ષોથી ગાડું ગબડે છે પરંતું હાલ બે ત્રણ મહિનાથી આ હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ માં શિફ્ટ કરવા બાબતે મંજૂરી મળી હોવાનું જાણવા મળ્યું છે છતાં કેમ ત્યાં શીફ્ટિંગ થતુ નથી એ બાબત હાલ સ્ટાફમાં અનેક અટકળ ચાલી રહી છે

આ મુદ્દે ટેલીફોનીક વાતમાં સિવિલ સર્જન જ્યોતિ ગુપ્તા એ એમ જણાવ્યું કે અમે મંજૂરી માંગી છે પરંતુ હજુ મંજૂરી મળી નથી જ્યારે મંજૂરી મળશે ત્યારે ત્યાં શિફ્ટ કરીશું

ત્યારે બીજી બાજુ આધારભૂત સૂત્રોમાંથી એમ જાણવા મળ્યું છે કે મંજૂરી ત્રણેક મહિના પહેલાં મળી ગઈ છે અને કોવીડ હોસ્પિટલ નું ફર્નિચર અને અન્ય બાબતે ગણતરી પણ થઈ ગઈ છે માત્ર ત્યાં શિફ્ટિગ બાકી છે તો આ મુદ્દે કોણ સાચું એ બાબતે હાલ સવાલ ઉઠ્યા છે.

(10:45 pm IST)