Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પ્રધાનમંત્રી કિશાન નિધિ યોજના માટે KYC કરવા રાજપીપળા મામલદાર કચેરીએ સર્વર બંધ થતાં ખેડૂતો ધક્કે ચઢયા

તંત્ર દ્વારા ખેડૂતોના ખાતાને KYC કરવા માટે VC ની નિયુક્તિ કરવામાં આવી છે અને ગ્રામપંચાયતો માં પણ વ્યવસ્થાઓ છે. પરંતુ ગામેગામ કામ કરે તો ગામના ખેડૂતોને તાલુકા કક્ષાએ ના આવવું પડે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાને લઈને ખેડૂતોમાં હાલ ભારે દોડધામ મચી છે.કેમકે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થાય છે.તેના માટે KYC કરવાની કામગીરી ચાલી રહી છે. સરવર વારંવાર ખોટકાઈ જાય છે. લોકો સવારના 8 વાગ્યાના KYC કરાવવા રાજપીપલા મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્ર પર ભીડ જમાવે છે પરંતુ સવારથી જ સર્વર ખોટકાતા લોકો પોતાના ખાતાના KYC માટે કલાકો ઉભા રહે છે..ખાધા પીધા વગર આખો દિવસ આ ખાતાના KYC માટે દોડે છે.પણ KYC થતું નથી.સરકારના નિયમ પ્રમાણે VC નામના ડેટા એન્ટ્રી ઓપરેટર મુકવામાં આવ્યા છે.જે લોકો ગ્રામ્ય કક્ષાએ કામ ન કરતા હોય લોકો રાજપીપલા દોડે છે. ત્યારે સરકાર ગામેગામ જઈ ને આ કામગીરી કરાવડાવે તો ખેડૂતોની ખેતીનો મજુરી સમય બગાડી દોડાદોડ ના કરી શકે.

જોકે આ બાબતે ટેક્નિશિયનનું કહેવું છે કે ખેડુતો રાજપીપલા kyc કરાવવા દોડે છે પરંતુ આખા રાજ્યમાં આ કામગીરી ચાલતી હોય બધા એન્ટ્રી કરતા હોવાથી વેબસાઈડ ચાલતી નથી. લોકો એટલે આખો દિવસ ઉભા રહીને એન્ટ્રી કરાયા વગર પાછા ફરવું પડે છે. તો સરકાર દ્વારા બે ત્રણ વેબસાઈડ ચાલુ કરવામાં આવે અથવા ગામેગામ VC વધારે એ જરૂરી  બન્યું છે
આ બાબતે રેખાબેન વસાવા એ જણાવ્યું કે અમને ગામમાં પંચાયત પાર જઈએ ત્યારે રાજપીપલા મોકલે છે અને રાજપીપળા આવે ત્યારે આખો દિવસ જાય તોય અમારા ખાતાનું KYC નથી થતું. જો કંઈક નહિ થાય તો અમને રૂપિયા નહિ મળે એટલે આ સિસ્ટમ વધારવા ઝડપી ઓનલાઇન કરવા અમારી માંગ છે.
સરકાર દ્વારા ચૂંટણી ટાણે લોકોને દોડતા કરી દીધા છે કે જે પ્રધાનમંત્રી કિશાન નિધિ યોજના હેઠળ સરકાર 2000 રૂપિયા જમા સરકાર કરે છે. એ યાદ અપાવાવ લોકોને કંઈક માટે દોડવ્યા અને બીજી બાજુ કોરોના માં કોઈ મૃત્યુ પામ્યા હોય તેના નામો કંઈ થઇ જાય એટલે KYC કરવા સરકારે આભીયાન હાથ ધર્યું છે. ત્યારે 2000 રૂપિયાની લાયમાં ખેડૂતો પડાપડી કરી રહ્યા છે. અને KYC કરતી એજન્સીઓના લોકો પણ કોઈ પાસે થી 50 તો કોઈ પાસે 100 રૂપિયા ઉઘરાવે છે હવે આ કેટલું યોગ્ય છે તે  અંગે જિલ્લા વહીવટી તંત્ર તપાસ કરે તો ખબર પડે.

(10:41 pm IST)