Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુજરાત સરકારની મોટી જાહેરાત: શાળાઓની ફી નો વિવાદ ટાળવા હવે નવી સમિતિ બનાવશે

ખાનગી શાળાઓમાં ફીનો વિવાદ હાઇકોર્ટમાં :ખાનગી શાળાના સંચાલકોએ આક્ષેપ કર્યો હતો કે ફી નિર્ધારણ સમિતિમાં મુદ્દા આધારિત નિર્ણયોમાં એકસૂત્રતા નથી.દરેક જિલ્લામાં ખર્ચ બાબતે અલગ અલગ ધારાધોરણો છે: હવે સરકાર સમિતિની નિમણૂક કરશે અને જિલ્લા કક્ષાએ ફી નિર્ધારણ સમિતિઓમાં એકસૂત્રતા માટે સરકાર SOP બનાવશે

અમદાવાદ :ગુજરાતમાં  ખાનગી શાળાઓની ફીનો વિવાદ ટાળવા રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.ખાનગી શાળાની ફી નિર્ધારણ સમિતિઓમાં મુદ્દાઓની એકસૂત્રતા જાળવવા સરકાર નવી સમિતિ બનાવશે.ખાનગી શાળાઓમાં ફીનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યાં હતો.જ્યાં સુનાવણી દરમિયાન ખાનગી શાળાના સંચાલકોએ આક્ષેપ કર્યો હતો કે ફી નિર્ધારણ સમિતિમાં મુદ્દા આધારિત નિર્ણયોમાં એકસૂત્રતા નથી.દરેક જિલ્લામાં ખર્ચ બાબતે અલગ અલગ ધારાધોરણો છે.જેની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ કહ્યું કે ફી નિર્ધારણ સમિતિઓમાં મુદ્દાઓની એકસૂત્રતા જાળવવા સરકાર એક સમિતિની નિમણૂક કરશે અને જિલ્લા કક્ષાએ ફી નિર્ધારણ સમિતિઓમાં એકસૂત્રતા માટે સરકાર SOP બનાવશે.

આ અંગે ટૂંક સમયમાં પરિપત્ર પણ બહાર પડાશે.તો સરકારે સુનાવણી દરમિયાન કહ્યું કે ફી નિર્ધારણનો કાયદો બાળકો અને વાલીઓના હિતમાં લેવાયો છે.ખાનગી શાળાઓ નફાખોરી ન કરે તે માટે ફી નિર્ધારણ સમિતિ બનાવી હતી.આ અંગે આગામી 2 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

   
(10:05 pm IST)