Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મહીસાગર કોર્ટે સગીરા ઉપર બળાત્‍કાર કરનાર આરોપીને ર૦ વર્ષની સજા ફટકાર તથા રોકડા ‌રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્‍યો

ર૦ર૦ ની ઘટનામ઼ા કોર્ટ દ્વારા સજા કરાઇ

મહીસાગર : સગીરા ઉપર બળાત્કાર કરનાર આરોપીને મહીસાગર સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા ફાટકાર છે. સંતરામપુર તાલુકાના એક ગામની સગીર વયની યુવતીને આરોપી અજય મછાર ગત વર્ષ 2020 માં ઘરેથી રાત્રી દરમિયાન ઉઠાવી ગયો હતો. ફરિયાદી પક્ષ તરફથી આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ લુણાવાડાની એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને પોક્સો અને બળાત્કાર સહિતના ગુનામાં 20 વર્ષની સજા તથા રોકડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

સુરતઃ સુરતના અમરોલી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરોલીમાં પુત્રના હાથે પિતાની હત્યા થઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મકબુધીર પુત્ર ઘરમાં વારંવાર લાઈટ ચાલુ બંધ કરી રહ્યો હતો. તે વાતનો પિતાએ ઠપકો આપી રોષે ભરાઈ પુત્રને હાથ પર ચપ્પુ મારી દીધું હતું. તો બીજી તરફ રોષે ભરાયેલા પુત્રએ મસાલા પીસવાનો પત્થર માથામાં મારી દેતા પિતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ અમરોલી પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાપીની કોર્ટે આજરોજ ઐતિહાસિક ચુકાદો આપતા પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ફેબ્રુઆરી 2020મા ચકચારી 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવાના કેસમાં પોકસો એક્ટ હેઠળનાં સ્પેશ્યલ જજ કે જે મોદીએ ૯ વર્ષની બાળકીની એકલતાનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ કરી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ બાળકીની હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને વાપીની સ્પેશિયલ કોર્ટે ફાંસીની સજા આપી હતી.

ડીજીપી અનિલ ત્રિપાઠી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટનાં વિવિધ ચુકાદાઓ રજૂ કરી હાલનો કેસ Rarest of Rareની કેટેગરીમાં પડતો હોય અને તેવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહિ તેવી દલીલો ગ્રાહ્ય રાખી આઇ.પી.સીની કલમ.૩૦૨ નાં ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો એક્ટની કલમ ૬ માં દેહાંત દંડ તથા આઇ પી સી ની કલમ-૨૦૧ નાં ગુના માં સાત વર્ષની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડનાં ભરે તો વધુ બે વર્ષની સજાનો વાપીની સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે.

 

(9:17 pm IST)