Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અંકલેશ્વરમાં પાઇપલાઇનમાં ભંગાણ સાથે જ ઉડ્યો ગેસનો ફુવારો : નાસભાગ -ભયનો માહોલ

હાંસોટ રોડ ઉપર બનાવ : વેપારીઓએ દુકાનો ટપોટપ બંધ કરી ચાલતી પકડી'તી

અમદાવાદ: અંકલેશ્વરમાં હાંસોટ રોડ પર ગેસ પાઇપલાઇનમાં ભંગાણ પડતા અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.

વિગત અનુસાર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાંસોટ રોડ પર જેસીબી દ્વારા ખોદકામ ચાલુ હતું ત્યારે જયોતિ ટોકીઝ પાસે ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ગેસનો ફુવારો ઉડ્યો હતો. આ ભયાનક દૃશ્ય જોતા જ લોકોમાં ભયની લાગણી છવાઇ હતી આજુબાજુના દુકાનદારોએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી ચાલતી પકડી હતી. ઉંચે સુધી ઊડેલો ગેસનો ફુવારો જોઇ લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા અને દોડધામ મચી ગઇ હતી. જોકે સદ્દનસીબે આ દ્યટનામાં કોઇ જાનહાની કે કોઇને ઇજા પહોંચી ન હતી.

બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસના જવાનોએ તાત્કાલીક દારૂના સ્થળે પહોંચી જઇ  કોર્ડન કરી લઇ લોકો વાહનોની અવરજવર અટકાવી દીધી હતી અને ગુજરાત ગેસની પાઇપલાઇનનાં ટેકિનકલ સ્ટાફને તાત્કાલીક બોલાવી રિપેરિંગ કાર્યવાહી શરૂ કરવા હતી. રપ મિનિટના સમયગાળા બાદ સમારકામ થઇ જતા પરિસ્થિતિ રાબેતા મુજબ થઇ હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં એકત્ર થતા જ થોડીવાર ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઇ ગઇ હતી.

(4:17 pm IST)