Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ડાયરેકટર સોલીડ વેસ્ટને શુ કામ કરવું તેને લઇને સવાલો

મ્યુનિસિપલ કમિશનરે કરેલો પરિપત્ર ગેરકાયદેઃ શહેરમાં સફાઈ વ્યવસ્થા અંગે નિર્ણય સામે પ્રશ્નો ઉઠ્યા

અમદાવાદ, તા.૨૯, મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમા સફાઈ વ્યવસ્થા મામલે ડાયરેકટર સોલીડ વેસ્ટના હાથ નીચે કામ કરવા માટે આસીસ્ટન્ટ ડાયરેકટરોની કરવામા આવેલી નિમણૂંક મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગંભીર સવાલો કરી કમિશનરનો આ પરિપત્ર ગેરકાયદે હોવાનુ કહી ડાયરેકટર સોલીડ વેસ્ટને કઈ કામગીરી કરવાની એ સ્પષ્ટ કરવાની માગણી કરી છે આ અંગે વિપક્ષ કોંગ્રેસના પ્રવકતા અને કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ કહ્યુ કે,કમિશનર દ્વારા કરવામા આવેલા ઓર્ડરમાં અનેક ક્ષતિ અને કાયદાનુ ઉલ્લંઘન થતુ જણાઈ આવે છે.જેથી આ નિર્ણય મામલે ફેરવિચારણા કરવા તેમણે કમિશનરને લેખિત પત્ર દ્વારા રજુઆત કરી છે.તેમના દ્વારા ઉઠાવવામા આવેલી કેટલીક ગંભીર બાબતોમાં હેલ્થ ખાતાની સેનીટેશન,ફૂડ સેમ્પલ,કચરાના નિકાલની વ્યવસ્થા સહિતની ડેપ્યુટી હેલ્થ ઓફિસરની સત્તાઓ આસીસ્ટન્ટ ડાયરેકટરને સોંપવામા આવી છે.જે અધિકારીઓની નિમણૂંક કરવામા આવી છે તેમની પાસે પબ્લીક હેલ્થ અંગેની કોઈ લાયકાત કે અનુભવ નથી.સેમ્પલ માટેની કામગીરી પણ બીએસસી કેમેસ્ટ્રીની લાયયકાત ધરાવતા અધિકારીઓ જ કરી શકે ત્યારે આ  અંગે ડ્રગ્સ વિભાગની મંજુરી માંગવામા આવી છે કે કેમ તે બાબતનો ખુલાસો મ્યુનિસિપલ કમિશનરે કરવો જોઈએ. આઘાતજનક બાબત તો એ છે કે,મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે કરેલા પરિપત્રમાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓની ફરજનો ઉલ્લેખ કરવામા આવ્યો છે પરંતુ ડાયરેકટર સોલીડ વેસ્ટ કે જે ખાતાના જવાબદાર અધિકારી છે તેમણે શુ કામગીરી કરવાની તે બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ સાથે જ પીરાણા ડમ્પસાઈટ જે જીવતો જવાળામુખી બની ગઈ છે  એના નિરાકરણ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ જ ઉલ્લેખ કરવામા આવ્યો નથી.સૌથી આઘાતજનક બાબત એ છે કે સફાઈને લગતી તમામ જવાબદારીઆસીસ્ટન્ટ ડાયરેકટરને સોંપવામાં આવી છે પરંતુ તેમને સ્વચ્છ ભારત મીશનની કામગીરીથી અળગા રાખવામા આવ્યા છે.સફાઈને લગતી કોઈ સમસ્યા ઉભી થશે એ સમયે જવાબદારી કોની આસીસ્ટન્ટ ડાયરેકટરની કે પબ્લીક હેલ્થ ઓફિસરની એ પણ મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ કરી નથી.

(9:51 pm IST)