Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

નડિયાદ રૂરલ પોલીસે ચેકીંગ દરમિયાન કંજોડા નજીકથી ચોરીના ત્રણ મોબાઈલ સાથે એક શખ્સને અટકાવ્યો

નડિયાદ:રૂરલ પોલીસે કંજોડા પાસે એક ઈસમને મોબાઈલ નં. ૩ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ ના સાથે ઝડપી પાડ્યો હતો. આ ઈસમે ટ્રેનમાંથી મોબાઈલ ની ચોરી કરી હોવાની બહાર આવેલ છે.
નડિયાદ રૂરલ પોલીસ પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન મળેલ માહિતીના આધારે કંજોડા ગામે વોચ ગોઠવી એક શકમંદ ઈસમની અટક કરી તલાશી લેતા તેની પાસેથી મોબાઈલ નં. ૩ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ ના મળી આવ્યા હતા.
આ મોબાઈલ ફોનનાં બીલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા આ ઈસમની પૂછપરછ કરતા રામદાસ ઉર્ફે રામલો રતુભાઈ દેવીપૂજક (વાઘરી) રહે. નારોલ અમદાવાદ મૂ. રહે. ગામ કુવારંજ તાલુકા સમી જિ.પાટણ) નો હોવાનું જણાવ્યું હતું. આ મોબાઈલ ફોન નડિયાદથી સુરત રેલ્વેમાં પોતે ફેરી કરતો હતો. આ દરમિયાન મુસાફરોના મોબાઈલ ફોન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમજ ચારેક માસ પહેલા અમદાવાદ શહેર નારોલ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. નડિયાદ રૂરલ પોલીસે આ ઈસમ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

(5:12 pm IST)