Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

રાજ્યમાં કોરોનાના વધુ 1083 દર્દીઓ સાજા થયા : નવા 987 પોઝિટિવ નોંધાયા : વધુ 4 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,71,040 થઇ :મૃત્યુઆંક 3708 થયો : કુલ 1,54,078 લોકોએ કોરોનાને હરાવ્યો

છેલ્લા એક પખવાડિયાથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 213 કેસ, અમદાવાદમાં 171 કેસ, વડોદરામાં 117 કેસ, રાજકોટમાં 96 કેસ, ગાંધીનગરમાં 34 કેસ, મહેસાણામાં 33 કેસ, બનાસકાંઠા અને જામનગરમાં 28 કેસ, નર્મદામાં 27 કેસ, કચ્છમાં 21 કેસ, ભાવનગરમાં 18 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે છેલ્લા પખવાડિયાથી નવા કેસ કરતા સાજા થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે આજે કોરોનાના નવા  987 પોઝીટીવ  કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,71,040 થઇ છે  આજે વધુ 1083 ર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,54,078 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3708 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં  987 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3708 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,254 છે જેમાંથી વેન્ટીલેટર પર 61 દર્દીઓ છે,જ્યારે 13,193 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  90,08 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 52,989 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 59,50,616 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,સુરતમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 4 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના 987 પોઝિટિવ કેસમાં  સૌથી વધુ સુરતમાં 213 કેસ,અમદાવાદમાં 171 કેસ, વડોદરામાં 117 કેસ,રાજકોટમાં 96 કેસ, ગાંધીનગરમાં 34 કેસ,મહેસાણામાં 33 કેસ, બનાસકાંઠા અને જામનગરમાં 28 કેસ, નર્મદામાં 27 કેસ,કચ્છમાં 21 કેસ, ભાવનગરમાં 18 કેસ નોંધાયા છે

(7:28 pm IST)
  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST