Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સુરતના અડાજણ ચાર રસ્તા નજીક ટેસ્ટ ડ્રાઈવના બહાને બે ગઠિયા બાઈક લઇ છનનન......

સુરત: શહેરના અડાજણ ચાર રસ્તા ખાતે આવેલા ટી.વી.એસ પાવરવીંગ બાઇક પ્રા. લિ. નામના શો-રૂમમાં ગત તા. 24 ના રોજ બે યુવાનો બાઇક ખરીદવા આવ્યા હતા. બે પૈકીના એક યુવાને ટીવીએસ અપાચે આરટીઆર 160 બાઇક પસંદ હોવાનું કહી ટેસ્ટ ડ્રાઇવ માટે સેલ્સ એક્ઝીક્યુટીવ અંકિત સતીષ પટેલ (ઉ.વ. 30 રહે. 34, શ્રીધર સોસાયટી, એસ.આર. પેટ્રોલ પંપની સામે, જહાંગીરપુરા) પાસેથી બાઇકની ચાવી લઇ ટેસ્ટ ડ્રાઇવ માટે ગયા હતા. 

અંકિત અન્ય ગ્રાહક સાથે વાતચીતમાં વ્યસ્ત હોવાથી તેણે બંને યુવાનની પૂરતી ખાત્રી કરી ન હતી અને ચાવી આપી દીધી હતી. પરંતુ બે કલાક સુધી બંને યુવાન પરત નહીં આવતા અંકિતે તુરંત જ શો-રૂમ માલિકને જાણ કરી હતી અને બંને યુવાનની શોધખોળ કરી હતી. 

(5:46 pm IST)
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • ' તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ' ટોપ 5 ની રેસમાંથી બહાર :' સાથ નિભાના સાથિયા 2 ' ની ધમાકેદાર એન્ટ્રી : પ્રીમિયર એપિસોડથી જ ટોપ 5 માં સ્થાન મેળવી લીધું : ' છોટી સરદારની ' પણ ટોપ 5 માંથી બહાર : ' ગૂમ હૈ કિસીકે પ્યારમેં ' ની ટોપ 5 માં એન્ટ્રી : 17 થી 23 ઓક્ટોબર સુધીની છેલ્લી ટીઆરપી access_time 6:15 pm IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST