Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 5 મહિલા સહીત 8 શખ્સોને ઝડપી 1.26 લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરત: કાપોદ્રાની શક્તિવિજય સોસાયટીના સુંદરમ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 5 મહિલા સહિત 8ને જુગાર રમતા ઝડપી પાડી રૂ. 1.26 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. પોલીસ ત્રાટકે નહીં તે માટે જુગારધામ ચલાવનારે એપાર્ટમેન્ટના સીસીટીવી રૂમમાં એક યુવાનને વોચ માટે બેસાડયો હતો.

કાપોદ્રા પોલીસે બાતમીના આધારે શક્તિ વિજય સોસાયટીના સુંદરમ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 302માં દરોડા પાડયા હતા. પોલીસે ફ્લેટમાં રહેતા અને ડ્રાઇવીંગ કામ કરતા મેહુલભાઇ ઉર્ફે કાળુ પિયુષભાઇ બારડ (ઉ.વ.29) ઉપરાંત શૈલેષ ધનજી માયાણી (ઉ.વ.42 રહે. રાજ શૈલી એપાર્ટમેન્ટ, ઉત્રાણ), રસિક મનસુખ જીવાણી (ઉ.વ. 58 રહે. સિધ્ધી વિનાયક એપાર્ટમેન્ટ, સરથાણા જકાતનાકા), ભાવના ઉર્ફે ભરતી ચંદુભાઇ ઠેસીયા (ઉ.વ. 40 રહે. લક્ષ્મીનગર સોસાયટી, માતાવાડી, વરાછા), ગંગા ઉર્ફે ગીતા ભાવેશ ભીલ (ઉ.વ. 34 રહે. અયોધ્યા સોસાયટી, પુણા), જીણુબેન ઉર્ફે ભાવના રાણાભાઇ મકવાણા (ઉ.વ. 50 રહે. ડાહ્યાપાર્ક સોસાયટી, વરાછા), ભાવના અશોક સરવૈયા (ઉ.વ. 42 રહે. ભગુનગર સોસાયટી, માતાવાડી, વરાછા), માલુબેન ઉર્ફે મીના મધુભાઇ આહીર (ઉ.વ. 40 રહે. ભગીરથ સોસાયટી, વરાછા) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. 

(5:43 pm IST)
  • બિહારમાં ૫૫ ટકા મતદાન બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ ટકા આસપાસ મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળે છે access_time 7:55 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST