Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સુરતના પાંડેસરામાં કાપડ યુનિટમાં કામ કરતા યુવકને કરંટ લાગતા મોતને ભેટ્યો

સુરત: શહેરની નવી સિવિલ ખાતે મળેલી વિગત મુજબ પાંડેસરાના ખાતે ભેસ્તાન ખાતે ભગવતી નગર ઈન્ડસ્ટ્રીયલમાં રહેતો 21 વર્ષીય પીન્ટુ ચંપકભાઈ પટેલ બુધવારે બપોરે બમરોલી રોડ પર હરિઓમ સોસાયટીમાં કાપડ યુનિટમાં કામ કરતો હતો ત્યારે અચાનક તેને કરંટ લાગતા બેભાન થઈ ગયો હતો. 

જેથી તેને સારવાર માટે તેનો ભાઈ નવી સિવિલ હોસ્પિટલમાં લઇને આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પીન્ટુનો ભાઈ દિનેશ એ કહ્યું હતું કે પીન્ટુ મૂળ દાહોદના વતની હતો પીન્ટુ અને તેનો ભાઈ સેન્ટિંગ સહિતના કામ સાથે સંકળાયેલા છે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:42 pm IST)