Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

વલસાડ જિલ્લાના કપરાડા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે ખરાખરીનો જંગઃ હાર્દિક પટેલે ભાજપ ઉપર પ્રહારો કર્યા

વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને હંમેશા ગરીબો અને આદિવાસીઓની હમદર્દ ગણાવી હતી.

કપરાડા તાલુકાના સુથારપાડામાં હાર્દિક પટેલને જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને કોંગ્રેસના કપરાડાના બેઠકના ઉમેદવાર બાબુભાઈ વરઠા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિક પટેલની આ સભામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. જોકે સભાને સંબોધતા કોંગ્રેસ અગ્રણીઓએ અનેક મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી.

મહત્વપૂર્ણ છે કે કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા આથી આ પેટા ચૂંટણી આવી પડી છે. ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી પર કોંગ્રેસ અગ્રણીઓએ આકરા પ્રહાર કર્યા હતા અને આ સભામાં કોંગ્રેસ અગ્રણીઓએ જીતુ ચૌધરીને ગદ્દાર તરીકે ગણાવી અને આ વખતે કપડાની જનતાને જીતુ ચૌધરીને હરાવી જવાબ આપવા હાકલ કરી હતી.

કોંગ્રેસ ઉમેદવારને જંગી લીડથી જીતવા માટે કોંગ્રેસના અગ્રણીઓએ હાકલ કરી હતી. પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને હંમેશા ગરીબો અને આદિવાસીઓની હમદર્દ ગણાવી હતી. વધુમાં સભાને સંબોધતા ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારના ધારાસભ્યને ખરીદી જંગલ અને જંગલની જમીન અંબાણી, અદાણીને સોંપવાનું એક મોટું ષડયંત્ર હોય તેવો આક્ષેપ કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં પણ આદિવાસીઓની જમીન હડપી અને આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના હાર્દિક પટેલે આક્ષેપો કરી કર્યા હતા. આમ વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર તેજ થઇ રહ્યો છે. આથી કપરાડા બેઠકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ સાબિત થઇ રહ્યો છે.

(4:53 pm IST)
  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST