Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમદાવાદના વેપારી સાથે સોનાના સોદાને નામે ૩II કરોડની ઠગાઇઃ ૬ વિરૃધ્ધ ગુનો

૧II કરોડની પોર્શ કાર પણ લઇ લેવાયાનો આરોપઃ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૃ કરી

રાજકોટ તા. ૨૯: અમદાવાદના કેમિકલના વેપારી સાથે સોનાના ટ્રેડિંગના નામે રૂ ૩ કરોડ ૫૫ લાખની ઠગાઇ થતાં અને તેની ૧II કરોડની કાર પણ લઇ જવાતાં અને માથે જતાં ધમકી આપવામાં આવતાં રાજકોટ-અમદાવાદના પાંચ સહિત ૬ જણા વિરૃધ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે.

આ બારામાં અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મીઠા ખળી પ્રવિણકુંજ સોસાયટીમાં રહેતાં અને કેમિલક ટ્રેડીંગનો વેપાર કરતાં શૈલેષ સુનિલભાઇ પરીખ (ઉ.૩૦)ની ફરિયાદ પરથી રાજકોટના મિતુલ ઉર્ફ મિત દિનેશભાઇ જેઠવા, વ્જિય ગોબરભાઇ તંતી, ફારૃક યાકુબભાઇ દલવાણી, અભિષેક ઉર્ફ કાનો હસમુખભાઇ અઢીયા, મુન્નો તથા રાકેશભાઇ વિરૃધ્ધ આઇપીસી ૧૨૦-બી, ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૨૯૪ (બી), ૫૦૬ (૨), ૫૦૭ મુજબ ગુનો નોંધાયો છે.

ફરિયાદીએ આરોપ મુકયો છે કે આરોપીઓએ એક બીજા સાથે કાવત્રુ રચી ૩ કરોડ ૫૫ લાખ રૃપિયા આરટીજીએસથી મેળવી લીધા બાદ ગોલ્ડ અને સિલ્વરની ડિલીવરી નહિ આપી ઠગાઇ કરી છે. ફરિયાદી ફરવા ગયેલ ત્યારે આરોપી પૈકીના એક સાથે ઓળખાણ થઇ હતી. ત્યારે તેણે ધંધા વિશેની ચર્ચા દરમિયાન ગોલ્ડ ટ્રેડિંગ કરવાની વાત કરતાં અને પોતે સસ્તા ભાવે સોનુ અપાવશે તેમ કહેતાં બાદમાં ફરિયાદીએ જાન્યુઆરી ૨૦૨૦માં ધંધા બાબતે વાત કરતાં મિતુલ જેઠવા અમદાવાદ ફરિયાદીની ઓફિસે આવેલ અને સસ્તામાં ગોલ્ડ અપાવી  દેવાની વાત કરી હતી. એ પછી ફોનમાં મિતુલે પોતાના શેઠ સાથે વાત  કરાવતાં તેણે રૂ પાંચ કરોડનું સોનુ ખરીદો તો ફાયદો થશે તેમ કહેતાં ફરિયાદીએ આટલી રકમ નહિ હોવાની વાત કરી હતી. ત્યારબાદ સાડા ત્રણ લાખ રૃપિયાનું સોનુ ખરીદવાનો સોદો નક્કી થયો હતો.

એ પછી ૧૩/૧/૨૦ના રોજ મુન્ના નામના શખ્સે વ્હોટ્સએપથી ડિટેઇલ મંગાવી હતી. ત્યારબાદ ૧૪/૧, ૧૮/૧, ૨૩/૧ના રોજ કટકે કટકે રૂ ૩,૫૫,૦૦,૦૦૦ની રકમ આટીજીએસથીએચડીએફસી બેંકના મુન્નાએ આપેલા એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરાવી હતી અને આ અંગેની ખાત્રી કરાવી હતી. બે ત્રણ દિવસ પછી મિતુલનો ગોલ્ડની ડિલીવરી માટે કોન્ટેકટ કરતાં તેણે બે ત્રણ દિવસમાં મળી જશે તેમ કહેલું તેમજ મેટકોમનું કામ વિજયભાઇ સંભાળે છે તેમ કહી તેના નંબર આપ્યા હતાં. ત્યારબાદ ફેબ્રુઆરી-૨૦ના પ્રથમ અઠવાડીયામાં ફરિયાદીએ પોતાની કંપનીના ઇ-મેઇલ ચેક કરતાં તેમાં યુનિવર્સલ મેટકોમ કંપનીમાંથી મેઇલ આવેલા જોવા મળ્યા હતાં. જે ચેક કરતાં ગોલ્ડ-સિલ્વર ખરીદીના બીલો હતાં. આથી મિતુલને ફોન કરી ફરિયાદીએ કહેલુ કે મને તો ગોલ્ડની ડિલીવરી જ મળી નથી, કોઇ સિલ્વર પણ મેં ખરીદ કર્યુ નથી. છતાં બિલ શેના છે? આ સાંભળી તે ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો દઇ ગોલ્ડની ડિલીવરી ભુલી જજો, રૃપિયા પણ નહિ મળે અને હવે ઉઘરાણી કરશો તો હાથ પગ તોડી નાંખશું તેવી ધમકી આપી હતી.

એ પછી મિતુલના શેઠ સાથે ફોન પર વાત કરી મિતુલે જે કહ્યું તેનાથી વાકેફ કરતાં તેણે પોતે ઓફિસે આવશે અને પ્રશ્ન પુરો કરાવશે તેવો વિશ્વાસ આપ્યો હતો. એ પછી ૪/૩/૨૦ના તે ઓફિસે આવેલ . ત્યારે પણ અઠવાડીયામાં ગોલ્ડની ડિલીવરી થઇ જશે તેવી વાત કરી હતી. તેમજ પોર્શ કારની જરૃર છે તેમ કહી જીજે૦૧કેવાય-૯૦૧૮ નંબરની કાર ફેરવવા લઇ ગયેલ. એ પછી પણ ગોલ્ડની ડિલીવરી મળી નહોતી. ત્યારબાદ ૯/૩ના રોજ ભાવનગરના ઇસ્કોનના રિસોર્ટમાં મિટીંગ નક્કી થતાં મિતુલ જેઠવા, શેતલભાઇ શાહ સહિતના ભેગા થયેલ. ત્યારે ફારૃક દલવાણી અને અભિષેક ઉર્ફ કાનો આવવાના છે તેવા સમાચર મળતાં ફરિયદી ત્યાંથી જતાં રહેલ. એ પછી પણ ગોલ્ડ ડિલીવરી મળી નહોતી. મેં આપેલા ૩II કરોડ અને ૧II કરોડની કાર પણ લઇ લેવાઇ હતી. ત્યારબાદ ૧૨/૬ના રોજ મિતુલના શેઠે ફોન કરી ફરિયાદ કેમ કરી છે? કહી ધમકી આપી હતી. આમ બધા આરોપીઓએ ભેગા મળી કાવત્રુ રચી ગોલ્ડના સોદાને નામે ઠગાઇ કરતાં અંતે ફરિયાદ નોંધાવાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. પી. ચુડાસમાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:04 pm IST)
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST