Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

PM મોદીને ૨૧ બ્યૂગલથી સલામી અપાશે

૩૧મી ઓકટોબરે કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું કેમલ બેન્ડ ભવ્ય સ્વાગત કરાશેઃ કેવડિયામાં પીએમની સુરક્ષા માટે ધરતી, આકાશ અને જળમાર્ગે બંદોબસ્ત રખાશે

નવી દિલ્હી, તા.૨૯: સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગામી ૩૧ મી ઓકટોબર જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. ૩૧ મીએ રાષ્ટ્રીય એકતા પરેડમાં પીએમ મોદી ભાગ લેવાના છે, ત્યારે પીએમ મોદીને કેમલ બેન્ડ દ્વારા ૨૧ બ્યુગલોથી સલામી અપાશે . તંત્ર દ્વારા એ કાર્યક્રમને લઇને તમામ કામગીરીને આખરી ઓપ અપાઇ રહયો છે. અલગ અલગ સુરક્ષા કંપનીઓમાં રાજય પોલીસ દળ, કેન્દીય દળની ટુકડીઓ, એનએસજી, સીઆઈએસએફ, એનડીઆરએફ, સીઆરપીએફ ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા એકતા પરેડ સંદર્ભે કેવડિયા ખાતે એકતા પરેડનુ રિહર્સલ ચાલી રહયુ છે.

જેમાં પીએમઓ સતત ગુજરાતના અધિકારીઓને માર્ગદર્શન આપી રહયા છે. સ્ટેટ આઇબી સતત સેન્ટ્રલ આઇબી સાથે સંકલન સાધી રહયા છે. દિલ્હીથી આવનાર ટોચના અધિકારીઓ બંદોબસ્ત સ્કિમની ગુજરાતના જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરશે. પીએમ મોદીને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દરમ્યાન કેમલ બેન્ડ ધ્વારા ૨૧ બ્યુગલોથી સલામી અપાશે. મુળ ગુજરાત કેડરના શઞનેન્દૂસિંધ મલીકે પરેડની જવાબદારી સંભાળી છે. આ એતિતાસીક પ્રસંગોની ઉજવણીમાં કોઈ કચાસ ન રહે તે માટે ગાંધીનગર ચિલોડા બીએસએફ હેડ કવાટરથી નર્મદાની તેઓ મુલાકાત લઇ ચુકયા છે. વડાપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં સરહદી સુરક્ષાની અને એસપી સૌરભ તોલમ્બિયા બાદ હવે રાજકોટ પોલીસના ડીસીપી મનોહરસિંહ જાડેજાને તેમના પીએમ બંદોબસ્તમાં આ અનુભવના આધારે ત્રીજી વખત પસંદગી ઉતારવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાત્રી રોકાણ નર્મદા કેવડિયા ખાતે કરવાના હોવાથી ગુજરાતનુ ગુપ્તચર તંત્ર સતત કેન્દ્ર ગુપ્તચર સાથે સંકલન સાધી ઇનપૂટ મેળવી રહયુ છે. કેવડિયામા પીએમ બંદોબસ્ત ધરતી, આકાશ અને જળમાર્ગ વિસ્તારોમા પણ રખાશે.

એસઆરપી ૧૮ ગ્રૃપ દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

કેવડિયા ખાતે આગામી ૩૧ મી ઓકટોબરના રોજ વડપ્રધાન મોદીની ઉપસ્થિતિમા રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવનાર છે. ત્યારે એના ભાગરુપે કેવડિયા કોલોની એસઆરપી ગૃપ ૧૮ દ્વારા એકતા અને અખંડિતતા નો સંદેશો લઇને રન ફોર યુનિટી દોડનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં એસઆરપી ગૃપના સેનાપતિ કે. એ.નિનામાએ લીલી ઝંડી આપી દોડની શરુઆત કરાવી હતી. આ દોડમાં ડીવાયએસપી ચિરાગભાઇ પટેલ, એલ.પી.ઝાલાની સાથે સાથે મોટી સંખ્યામાં એસઆરપી જવાનોએ ભાગ લીધો હતો. આ દોડમાં સંજય વસાવા પહેલો નંબર, જયારે અજય રાઠવાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. આ દોડનો મુખ્ય હેતુ એકતા અને અખંડીતતાને પ્રોત્સાહન આપવાનો હતો.

કેન્દ્રીય સુરક્ષા ટીમોએ PM મોદીના રૂટનું નિરીક્ષણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાર્યક્રમને લઈને કેવડિયા અને સ્ટેસ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કેન્દ્રીય સુરક્ષા ટીમોએ PM રૂટનુ નિરીક્ષણ કર્યું હતુ. ૩૧ ઓકટો.ના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી SOU પર રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી કરવા આવાવના હોઈ જે માટે ર દિવસનું રોકાણ કરવાના છે. ત્યારે ૩૦ તારીખે વડોદરાથી કેવડિયા હેલીકોપટર દ્વારા આવશે. કેવડિયા પાસે બનાવેલ હેલિપેડ પર ઉતરાણ કરી કેવડિયા સર્કિટ હાઉસ ખાતે જશે. જે માટે એસપીજી દ્વારા આજે તેમની સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આજે એક કોનવેનું રિહર્સલ કરાયું હતું આરોગ્ય વનની સામે બનાવેલ હૈલિપેડથી વડાપ્રધાન મોદી ૩૦ ઓકટોબરના રોજ ૩ વાગે આવશે. ત્યાથી જે પ્રકલ્પોનું ઉદઘાટન થનાર છે તે રૂટ પર આજે કોન્વેનું રિહર્સલ કરાયું હતું.

વડાપ્રધાન વહેલી સવારે  વિશ્વ આરોગ્ય વનમાં યોગ પ્રાણાયામ કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૩૧ ઓકટો.ના રોજ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવાના છે. ત્યારે સ્ટેચ્યુ પાસે બનાવેલ ૧૨ પ્રોજકટોનું ઉદ્ઘઘાટન કરવાના છે. જેમાં ખાસ તા. ૩૧ ના રોજ સવારે ૬ કલાકે આરોગ્ય વનનું પણ ઉદ્ઘઘાટન કરવાના છે. જોકે આ આરોગ્ય વન ૧૭ એકર જમીનમાં ફેલાયેલા વિશ્વ આરોગ્ય ઔષધીય વન ખાતે આવેલ યોગ ગાર્ડનમાં પ્રધાન મંત્રી નરેદ્રભાઇ મોદી આવશે અને વિધિવત લોકાર્પણ કરીને ૨૦ મિનિટ યોગ અને પ્રાણાયામ કરશે. જે માટે અહીંયા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉપરાંત મોનીંગ ટી પણ અહીંયા આરોગ્ય વનમાં લે તેવું આયોજન થઇ રહું છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી યોગને ખાસ પ્રાધાન્ય આપે છે. આ વિશ્વ આરોગ્ય ઔષધીય વન તેમનો ડ્રિમ પ્રોજેકટ છે. ત્યારે અહીંયા આયુર્વેદિક ૧૦૦૦ થી વધારે વિવિધ છોડ ઉગાડવામાં આવ્યા છે. ત્યારે અહીયા પ્રવસીઓને સૌથી વધુ ઓકિસજન મળે એવી વ્યવસ્થા છે. પ્રવાસીઓ રાત્રીના રોકાણ કરે તો આ વિશ્વ આરોગ્ય ઔષધીય વનમાં આવીને યોગપ્રાણાયામ કરે એવી વ્યવસ્થા કરાઇ છે.

(11:27 am IST)
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST