Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પ્રોફેસરો અને આસી. પ્રોફેસરોની અછત

રાજકોટ- ભાવનગર- જામનગર સહિત ગુજરાતની ૬ મેડિકલ કોલેજોમાં ૩૦ ટકા જગ્યાઓ ખાલી

નવી દિલ્હી, તા.૨૯: કોરોના મહામારી દરમિયાન ડોકટરો ફ્રંટલાઈન વોરિયર્સ સાબિત થયા છે. જો કે, MBBSમાં એડમિશન લેવા માટે તૈયાર અંડરગ્રેજયુએટની આગામી બેચને હ્યુમન બોડી અને મેડિસિન વિશે શીખવી શકે તેવા શિક્ષકોની નોંધપાત્ર તંગી જોવા મળી રહી છે.

ઉપલબ્ધ માહિતી પ્રમાણે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં આવેલી કુલ ૬ મેડિકલ કોલેજોમાં પ્રોફેસરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરોની ૩૦% પોસ્ટ ખાલી છે.

૩૦% ખાલી પડેલી પોસ્ટ ફકત તેજસ્વી મેડિકલ વિદ્યાર્થીઓ માટે જ ઓછા શિક્ષકોમાં ટ્રાન્સલેટ્સમાં નહીં થાય, પરંતુ રાજયના વિદ્યાર્થીઓ માટે લગભગ ૬૦૦ પોસ્ટ-ગ્રેજયુએટ સીટો માટે પણ ટ્રાન્સલેટ કરવામાં આવે છે, કારણ કે PG બેઠકો તેમને તેમની વરિષ્ઠતા અને શિક્ષણના અનુભવના આધારે આપવામાં આવે છે.

' છેલ્લા એક દશકાથી ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC)ન મળી હોવાથી આ પોસ્ટ ખાલી છે. આનાથી શિક્ષકોનું સીનિયર પોસ્ટ પર પ્રમોશન અટવાયું છે જયારે સરકારને ૧૧ મહિનાના કોન્ટ્રાકટ પર આવે તેવા મેડિકલ શિક્ષકો મળી રહ્યા નથી', તેમ એક મેડિકલ એકેડેમિશ્યને જણાવ્યું હતું.

સોલા, ગોત્રી, વલસાડ, હિંમતનગર, પાટણ, જૂનાગઢ અને વડનગરમાં આવેલી કુલ આઠ ગુજરાત મેડિકલ એજયુકેશન રિસર્ચ સોસાયટી (GMERS) કે જે ટ્ર્સ્ટ સંચાલિત મેડિકલ કોલેજો છે ત્યાં પણ મેડિકલ ટીચિંગ ફેકલ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેડિકલ શિક્ષણ માટે અહીંના વિદ્યાર્થીઓ વર્ષે ૩ લાખથી ૮ લાખ રૂપિયા ખર્ચી રહ્યા હોવા છતાં ત્યાં પણ આશરે ૩૦% પોસ્ટ ખાલી છે.

હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, મેડિકલ શિક્ષકો માટેની ખાલી પડેલી પોસ્ટ સૌથી મોટી સમસ્યા છે. જો કે અમે DPC મીટિંગ યોજવાની અને GPSC તેમજ વોક-ઈન ઈન્ટરવ્યૂ દ્વારા ભરતીની પ્રક્રિયામાં છીએ. આગામી ૬ મહિનાની અંદર ખાલી પોસ્ટ પર ભરતી કરવી તે અમારી પ્રાથમિકતા છે'.

GMERSના CEO ડો. અજેશ દેસાઈએ કહ્યું હતું કે, મેડિકલ ટીચિંગ માટે ૨૦થી ૨૫ ટકા પોસ્ટ ખાલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સીનિયર પ્રાઈવેટ ડોકટરોની ભરતી કરતાં રોકે છે કારણ કે તેઓ માત્ર ૨થી ૩ કલાક જ ભણાવી શકે છે. તેઓ સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી રહી શકતા નથી.

(10:20 am IST)
  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • કેરાળાના પૂર્વ મુખ્ય સચિવની ઈડીએ ધરપકડ કરી: કેરાળાના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પૂર્વ મુખ્ય સચિવ અને સસ્પેન્ડ કરાયેલા આઈએએસ ઓફિસર એમ શિવશંકરની ઈડીએ ધરપકડ કરી છે. access_time 11:38 am IST

  • સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST