Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ગરુડેશ્વરના ભાદરવા ગામ પાસ ટ્રકે મો.સા.ને ટક્કર મારતા પાછળ બેઠેલી મહિલાનું મોત:ચાલાકને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભાદરવા ગામના ટેકરા પાસે પુરપાટ જતી અજાણી ટ્રકના ચાલકે મો.સા.પર જતાં નિષાબેન નરેશભાઈ રાઠવા અને મો. સા.ચાલાકને ઇજાઓ કરતા નિષાબેનને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે ચાલકને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા.પોલીસે અજાણ્યા ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ આદરી છે.

(10:34 pm IST)