Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

યુવા પરિવર્તન યાત્રા પર કોંગ્રેસ, બિટીપી મુદ્દે ઉઠ્યા સવાલો : કોંગ્રેસે બીજેપી, આપ સામે કર્યા પ્રહાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ ગુજરાતમાં આંબાજીથી ઉમરગામ અને સોમનાથથી સુઈ ગામ સુધી યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ નીકળ્યા છે ત્યારે રાજપીપળા ખાતે આ રેલીનું ભવ્ય સ્વાગત  પ્રદેશ મહામંત્રી હરેશ વાસવા, ધારાસભ્ય નાંદોદ પીડી વસાવા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ હરેશ વાળંદ, ઉપ પ્રમુખ જયંતિ વસાવા, જેરમાબેન વસાવા, સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અને દક્ષિણઝોન પ્રભારી બી.એલ.સંદીપ અને જિલ્લા પ્રભારી પ્રવીણ લોખંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.
નાંદોદ તાલુકાના મોવી ગામ ખાતે આ યુવા પરિવર્તન યાત્રાને વધાવવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાત ના કોંગ્રેસના પ્રભારી બી.એલ.સંદીપને  કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે સંકેત આપ્યા છેકે BTP અને કોંગ્રેસ નું ગઠબંધન થાય.એ યોગ્ય નથી સ્થાનિકોમાં રોષ વધુ છે,જે પક્ષના નેતાઓ રાજ્યસભાની ચૂંટણીમાં ગઠબંધ હોવા છતાં કોંગ્રેસ ની સાથે રહ્યા નથી એવા લોકો સાથે ગઠબંધન કરી શું લેવાનું  કહી આડકતરી રીતે સ્થાનિક નારાજગી તેમના સુધી પહોંચાડી હતી.

જયારે ઇન્દ્રવિજયસિંહે આપ ને ભાજપ ની બી ટીમ કહી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.જેમાં આપ નાં અરવિંદ કેઝરીવાલ દિલ્હીથી અમદાવાદ પ્રાઈવેટ જેટ લઈને આવે છે અને અહીંયા રિક્ષા માં ફરી ઢોંગ કરે છે, ભાજપ પાર કટાક્ષ કરતા કહ્યું રાજ્યમાં હાલ 30 હજાર કરોડ નું દ્રગ્સ  પકડાય છે ત્યાં કોઈ તપાસ થતી નથી.અને સામાન્ય માણસો ના ઘરે ઈડી અને ATS ની તપાસ ચાલુ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અજાણી યુવા પેઢીને  ડ્રગ્સના રવાડે ચઢાવવાનું આ મોટું ષડયંત્ર છે. આ સાથે કોંગ્રેસની ટિકિટ ને લઈને પણ જરૂરી મજબૂત નેતા ને ટિકિટ આપવાની ભલામણ કરી હતી આ વખતે કોંગ્રેસ 125 થી વધુ બેઠકો જીતીને સરકાર બનાવશે એવી સ્પષ્ટ વાત કરી હતી .
જયારે દક્ષિણઝોન પ્રભારી કોંગ્રેસ કમિટી, બી એલ સંદીપે પણ ભાજપ પર પ્રહાર કરી મોંઘવારી બેફામ છે બેરોજગારી પણ બે ફામ છે. ત્યારે કોંગ્રેસ પોતાની કામગીરી સાથે આજે પણ અડીખમ છે કોંગ્રેસે જે યોજના આપી એ કાયદો બનાવી દીધો જે આને 27 વર્ષથી ભાજપ સરકાર છે તેમણે  કરવો જ પડે અને લોકોને લાભ આપવા જ પડે પરંતુ ભાજપ માત્ર ખોટા વાયદા કરે યોજનાવો બધી નિષ્ફળ લાવી અઢળક ખર્ચ કરે છે. એક પણ યોજના સફળ નથી. આમ ભાજપ પર અનેક પ્રહારો કર્યા હતા.

(10:47 pm IST)