Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સુરત સારોલી પોલીસે દ્વારા કરોડોનું ડ્રગસ ઝડપી પાડ્યું

સારોલી ચેકપોસ્ટ પાસેથી અફઝલ નામના મૂળ રાજસ્થાની યુવક અફઝલની અટકાયત: મુંબઈથી આ જથ્થો કોણે મોકલ્યો? સુરતમાં કોને ડિલેવરી કરવા આવ્યો હતો ? તપાસનો ધામધમાટઃ

સુરત :ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી નશાનો કારોબાર ચાલી રહ્યો છે, ત્યારે આવા નશાના કારોબાર સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી છે. કારણ કે આ નશાના રવાડે ચડેલું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખી સુરત પોલીસ નશાનો કારોબાર કરતા લોકો સામે તવાઈ બોલાવી તેમના નેટવર્ક તોડવાની કામગીરી કરી રહી છે, ત્યારે સુરતની તાજેતરમાં જ શરૂ થયેલા સારોલી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ પેટ્રોલિંગમાં હતા ત્યારે સારોલી ચેકપોસ્ટ પાસેથી અફઝલ નામના એક યુવકની અટકાયત કરી તેની પૂછપરછ કરતા તે મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાની વિગતો સામે આવી હતી.જોકે, આ યુવકની તપાસ કરતા તેની પાસેથી પોલીસને બે કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજિત 1.70 કિલોગ્રામ જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. તાત્કાલિક આ યુવકની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો અને એની પૂછપરછ કરતા થયા જથ્થો મુંબઈ ખાતેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, આ જથ્થો સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મુંબઈથી આ જથ્થો કોણે મોકલ્યો હતો અને સુરતમાં કોને ડિલેવરી કરવામાં આવ્યો હતો, તે મામલે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(10:00 pm IST)