Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

વડોદરામાં એટીએસની મોટી કાર્યવાહી: NIAનાં ઇનપુટનેપગલે બાવામાનપુરાની આયેશા મસ્જીદમાં સર્ચ ઓપરેશન

એટીએસ દ્વારા વડોદરામાં તપાસ કરતા PFI નું વડોદરા કનેક્શન હોવાની શક્યતા

વડોદરામાં એટીએસની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. NIAનાં ઇનપુટને પગલે વડોદરામાં તપાસ કરતા PFI નું વડોદરા કનેક્શન હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. 

બાવામાનપુરાની આયેશા મસ્જીદનો વિસ્તાર કોર્ડન કરી કાર્યવાહી કરાઇ.4 મૌલવીઓ પીએફઆઇ સાથે જોડાયેલા હોવાની શંકાઓ સાથે સઘન પૂછપરછ કરવામાં આવી હતી.એટીએસની કાર્યવાહીમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ જોડાઇ હતી.

મદ્રસાએ હિફઝુલ ઇમામ ઓફીસને ATSએ સીલ કરી હતી.મદ્રસાએ હિફઝુલ ઇમામ ઑફિસમાંથી મહત્વના દસ્તાવેજો ATS એ જપ્ત કર્યા હતા.જો કે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 18 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

(8:03 pm IST)