Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના નવી સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે

ટુ-વ્હીલર GJ-38-AJ અને ફોર-વ્હીલર માટે GJ-38-BE નવી સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાકથી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.
ટુ-વ્હીલર GJ-38-AJ અને ફોર-વ્હીલર માટે GJ-38-BE નવી સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી http://parivahan.gov.in/parivahan/ પર આગામી તા. ૧૦ ઓક્ટોબર ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાકથી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે અને ઈ-ઓક્શનનું પરિણામ તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ બપોરે ૦૪.૦૦ કલાકે યોજાશે.
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/parivahan/ વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બેમાંથી જે વહેલું હશે તે તારીખથી સાત દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવાનો રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.
અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે જ Modeથી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.

(6:28 pm IST)