Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ક્રોમા દ્વારા નવરાત્રી પર ફેસ્‍ટીવલ ડ્રીમ્‍સ-સેલનું વિશેષ અભિયાન

રાજકોટ તા. ર૯: તહેવારની ખુશીઓ વધારવા ટાટા ગ્રુપની ભારતની પ્રથમ અને વિશ્‍વસનિય ઓમ્‍નિચેનલ ઇલેકટ્રોનિકસ રિટેલર ક્રોમાએ નવરાત્રિની ત્રણ ડિજિટલ ફિલ્‍મોની સીરિઝ સાથે આ સિઝનના ‘ફેસ્‍ટિવલ ઓફ ડ્રીમ્‍સ'' અભિયાન તથા તમારા સ્‍વપ્‍નોની ડિલ્‍સ અને બમ્‍પર ફેસ્‍ટિવલ સેલ પ્રસ્‍તુત કર્યા છે. ફેસ્‍ટિવલ સેલ તમામ સ્‍ટોર્સ અને ક્રોમાની વેબસાઇટ પર પ ઓકટોબર સુધી ચાલુ છે.

તમામ પ્રોડકટ કેટેગરીઓમાં તેમના મનપસંદ ગેજેટ્‍સ અને એપ્‍લાયન્‍સિસની ખરીદી કરવાની મોટી તક છે, જેમાં લેપ્‍ટોપ, મોબાઇલ, હોમ એપ્‍લાયન્‍સ, લટીવી વગેરે સામેલ છે. અભિયાન ડિજિટલ પ્‍લેટફોર્મ્‍સ પર શરૂ થશે, જે પછી ડિજિટલ આઉટડોર અને પ્રિન્‍ટે માટે વ્‍યૂહાત્‍મક મીડિયા યોજનાને અનુસરશે.

તહેવારની આ સિઝન વિશે ક્રોમા-ઇન્‍ફિનિટી રિટેલ લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી અવિજિત મિત્રાએ કહ્યું હતું કે, ‘‘ક્રોમામાં અમે તહેવારની સિઝનને લઇને રોમાંચિત છીએ તથા સ્‍વતંત્રતા દિવસ અને ઓણમ પર અમને જે વેચાણ મળ્‍યું એની જેમ દેશના અન્‍ય વિસ્‍તારોમાં આ ટ્રેન્‍ડને સુસંગત રીતે અહીં પણ ૧૦ ટકાથી વધારે વૃદ્ધિ જોવા મળશે એવી અપેક્ષા ધરાવીએ છીએ.

(4:27 pm IST)