Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગુજરાત ભાજપના અડીખમ નેતા અને પ્રદેશ લીગલ સેલના અધ્‍યક્ષ શ્રી જે.જે. પટેલનો જન્‍મદિવસ

છેલ્લા ૩પ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા જે.જે. પટેલનો : ગુજરાતમાં વકીલોનું મોટુ સંગઠન ઉભુ કરવામાં સિંહ ફાળો છે

રાજકોટ, તા. ર૯ :  ગુજરાતના જાણીતા ધારાશાષાી અને ભારતીય જનતા પાર્ટીના અડીખમ નેતા તરીકે ઓળખાતા જે.જે. પટેલનો આજે જન્‍મ દિવસ છે. છેલ્લા ૩૬ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા એડવોકેટ જે. જે. પટેલ હાલમાં ગુજરાત પ્રદશે ભાજપ લીગલ સેલના મુખ્‍ય સંયોજક (કન્‍વીનર) તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે તેઓના પ૯માં જન્‍મદિવસ નિમિત્તે રાજકીય અગ્રણીઓ, ધારાસભ્‍યો, સાંસદ સભ્‍યો તેમજ  ગુજરાત ભરના સીનીયર-જુનિયર વકીલો દ્વારા તેમના જન્‍મદિવસની શુભ કામના પાઠવવામાં આવી રહી છે.

એડવોકેટ જે.જે. પટેલ ભાજપની વિચારધારા સાથે સંકળાયેલ છે અને છેલ્લા ૩પ વર્ષથી ભાજપમાં વિવિધ હોદ્દાઓ ઉપર કાર્ય કરીને હાલમાં છેલ્લી પાંચ ટર્મથી ભાજપ પ્રદેશ લીગલ સેલના કન્‍વીનરપદે સમગ્ર ગુજરાતભરમાં વકીલોના મોટા સંગઠનને સાચવીને પ્રદશે કક્ષાએ વકીલોના સંગઠનને મજબૂત બનાવેલ છે.

૧૯૮૭ થી ભાજપ સાથે સંકળાયેલા જાણીતા એડવોકેટ જે.જે. પટેલ ભાજપના પ્રદેશ કક્ષાની અને અમદાવાદ શહેરનાં સંગઠનની વિવિધ જવાબદારીઓ અદા કરેલી છે. છેલ્લી પાંચ ટર્મથી એટલે કે ર૦ વર્ષથી પ્રદેશ લીગલ સેલનાં પ્રદેશ કન્‍વીનર છે. એટલું જ નહીં છેલ્લા ર૩ વર્ષથી સમગ્ર ગુજરાતનાં વકીલોની માતૃસંસ્‍થા બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતની સતાનાં મુખ્‍ય સુત્રધાર છે. બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયામાં પણ પોતાનું પ્રભુત્‍વ ધરાવે છે. સતાધારી પક્ષમાં લીગલ સેલ સંભાળવો અઘરો વિષય હોય છે. પાટીદાર આંદોલન વખતે જયારે આંદોલન કે હાર્દિક પટેલ સામે કોઇ બોલવા તૈયાર ન હતું ત્‍યારે ‘‘સૌ પ્રથમ વખત હાર્દિકને પડકારનાર નેતા તરીકે ભાજપમાં ઓળખાય છે. આમ ટીવી ડીબેટ કે ન્‍યુઝ ચેનલો સામે ભાજપનો પક્ષ રાખનાર પ્રથમ નેતા બનેલ છે. 

યુવા વકીલોને ભાજપ તરફ કરનાર, રાજકારણમાં લોકશાહીને તંદુરસ્‍ત બનાવવા કાયદા નિષ્‍ણાંતોની સક્રિયા ખુબ જરૂરી હોય છે. દેશ પર જયારે પણ આપતી આવી છે ત્‍યારે વકીલોએ ક્રાંતિ કરી છે. મહાત્‍મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ આઝાદીની ક્રાંતીના પ્રથમ હરોળના બધા જ લડવૈયાઓ વકીલો હતા. ભાજપના આ એક માત્ર એડવોકેટ નેતા એવા શ્રી જે. જે. પટેલ ને વકીલો, સગાસ્‍નેહી, મિત્રો દ્વારા તેમના મો. નં. ૯૮રપ૦ ૭૭રર૦ ઉપર જન્‍મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે.

(4:00 pm IST)