Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કેન્દ્રીય મંત્રીઓ તમામ વિધાનસભા મતક્ષેત્રોમાં ફરી વળશે

ભાજપના પ્રચારાર્થે બાઇક રેલી, રોડ શો, મંદિરોમાં દર્શન, યુવા સંમેલન, જ્ઞાતિઓના આગેવાનો સાથે ચાય પે ચર્ચા વગેરે આયોજન

રાજકોટ,તા. ૨૯ : વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા કેન્દ્રીય નેતાઓના પ્રવાસ ગોઠવામાં છે. આજથી ૩૧ ઓકટોબર સુધીમાં રાજ્યના તમામ ૧૮૨ વિધાનસભા મતક્ષેત્રોમાં કેન્દ્રીય મંત્રીઓ કેસરિયા પ્રચાર માટે પહોîચશે. રેલી, સંમેલન, રોડ શો, વિવિધ જ્ઞાતિના આગેવાનો સાથે બેઠક વગેરે દ્વારા રાજય અને કેન્દ્ર વિસ્તારની સિધ્ધીઓ વર્ણવશે. જે તે વિસ્તારમાં સ્થાનિક સાંસદોને સાથે રહેવા પાર્ટી તરફથી જણાવાયું છે.

તા. ૨૯ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર, ૨૦૨૨ સુધીમાં તમામ કેન્દ્રીય મંત્રીશ્રીઓના પ્રવાસ પૂર્ણ થશે. કેન્દ્ર તરફથી આ અંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાને જવાબદારી સોîપવામાં આવી છે. આવનાર કેન્દ્રીફ મંત્રીશ્રી તેમજ તેમને સોîપેલ વિધાનસભાની સીટની માહિતી આપને અગાઉથી પ્રદેશ દ્વારા જે તે વિસ્તતારમાં જણાવાશે. હાલ વિગતવાર કાર્યક્રમ તૈયાર થઇ રહ્ના છે.

૧ દિવસમાં ૨ વિધાનસભા બેઠકોનો પ્રવાસ કરશે. પ્રત્યેક વિધાનસભા સીટ દીઠના પ્રવાસ દરમ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ તેમજ લોક કલ્યાણકારી કાર્યોની મુખ્યત્વે ચર્ચા કરવાની છે. વિધાનસભા સીટમાં આવતા જીલ્લા/ મહાનગરના પ્રભારીશ્રી, પ્રમુખ અને મહામંત્રીઓઍ પ્રવાસના આયોજન અંગે ચર્ચા કરી આયોજન કરવાનું રહેશે.

રેલી-યુવા મોરચા દ્વારા બાઇક રેલીથી સ્વાગત અને રોડ શોનું આયોજન થશે. કેન્દ્રીય મંત્રી નિડ્ઢિત કરેલી વિધાનસભા બેઠકમાં પ્રવાસ કરશે. ૃંફુજ્ઞ્ક્૨૦નો કાર્યક્રમ યુવાનો સાથે કરશે. અનુસુચિત જાતિ અથવા અનુસુચિત જન જાતિ, બક્ષીપંચ અને સામાન્ય જ્ઞાતિના મુખ્ય સમાજ સાથે બેઠક કરવી અથવા મુખ્ય આગેવાનો સાથે ચાય પે ચર્ચાનું આયોજન કરવા વિસ્તારના મુખ્ય મંદિરો/ ધાર્મિક સ્થળો/ ધાર્મિક આગેવાનો સાથે મુલાકાત કરવા. યુવા સંમેલન/ નવા મતદાતા સંમેલન/ બુધ્ધિજીવી સંમેલન/ લાભાર્થી સંમેલનનું આયોજન કરવા જણાવાયું છે.

(11:03 am IST)