Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

સુરત:અમરોલીના રિલાયન્સ નગરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 3 મહિલા સહીત 8 શખ્સોની ધરપકડ કરી

સુરત: અમરોલીના રિલાયન્સ નગરમાં દરોડા પાડી જુગાર રમતા બે સગા ભાઇ અને ત્રણ મહિલા સહિત આઠને ઝડપી પાડી રોકડા રૂ. 71,150 ની મત્તા કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે અમરોલીના ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક રિલાયન્સ નગરના ઘર નં. 795 માં રહેતા પરબત કરશન મસુરા (ઉ.વ. 30) ને ત્યાં દરોડા પાડયા હતા. જયાંથી પરબત ઉપરાંત તેના ભાઇ ભોજા કરશન મસુરા (ઉ.વ. 36), હિંમ્મત કરશન લાખોલીયા (ઉ.વ. 55 રહે. વિઠ્ઠલનગર, હીરાબાગ, વરાછા), ભીખાભાઇ ભુરાભાઇ ટીમ્બડીયા (ઉ.વ. 56 રહે. ડાયમંડ નગર, એ.કે. રોડ, વરાછા), દિનેશ જગમલ મારૂ (ઉ.વ. 50 રહે. શબુરી એપાર્ટમેન્ટ, શરણમ સોસાયટી, અડાજણ), રમાબેન નરેશ ચોથાણી (ઉ.વ. 50 રહે. ઉમા સોસાયટી, ભટાર રોડ), ભાનુબેન ખેંગારભાઇ ધાનાણી (ઉ.વ. 40) અને રાજલબેન વજુભાઇ રૂડાસ (ઉ.વ. 45 બંને રહે. અંબિકાનગર સોસાયટી, અમરોલી) ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. તમામની અંગ જડતી કરતા રૂ. 41,800, જુગારના દાવ પરના રૂ. 29,350 મળી કુલ રૂ. 71,150 ની મત્તા કબ્જે લઇ તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:17 pm IST)