Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજપીપળાના ગ્રાહકે તકરાર નિવારણમાં મોબાઈલ માટે ફરિયાદ બાદ ગ્રાહકની તરફેણમાં ચુકાદો : 7 ટકા વ્યાજ સાથે નાણાં ચૂકવવા હુકમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં રાજપીપળા નાં એક ગ્રાહકે મોબાઈલ ખરીદી માં થયેલી ખામી બાબતે Paytm અને હાર્ડટ્રેસ કોમ્પ્યુટર સર્વિસ ભિવંડી,મહારાષ્ટ્ર સામે ફરિયાદ કરી હતી જેમાં રાજપીપળાનાં ગ્રાહક હર્ષ પ્રજાપતિના જણાવ્યા મુજબ તેમણે Paytm પરથી 80,000 રૂપિયા એડવાન્સ પેમેન્ટ કરીને સેમસંગ ગેલેક્સી નોટ 10 પ્લસ મોબાઈલ મંગાવ્યો હતો પરંતુ સામાવાળાએ રૂપિયા 8,500ની કિંમતનો સેમસંગ ગેલેક્સી એ-105 મોબાઈલ મોકલ્યો હતો ગ્રાહકે આ બાબતે સામાવાળા ને જણાવવા છતાં અમે બરાબર જ મોબાઈલ મોકલ્યો છે તેમ જણાવતા આખરે ગ્રાહક હર્ષ પ્રજાપતિ એ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ માં તેમના વકીલ પ્રતીક પટેલ દ્વારા વળતર પેટે 80,000 તથા માનસિક અને અન્ય ખર્ચના રૂ.1.20 લાખની માંગ કરતી ફરિયાદ કરતા ફોરમે હર્ષ પ્રજાપતિની તરફેણમાં ચુકાદો આપી Paytm અને હાર્ડટ્રેસ કોમ્પ્યુટર સર્વિસને મોબાઈલના 79,999 અરજીની તારીખથી 7 ટકા સાદા વ્યાજ સાથે બે મહિનામાં ચૂકવવા અને માનસિક ત્રાસનાં રૂપિયા 3,000 તેમજ કાનૂની ખર્ચના રૂપિયા 3,000 ચૂકવવા હુકમ કર્યો હ

(10:12 pm IST)