Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ઢોલાર ગામે ખેતરમાં તાર તોડવા બાબતે ઇલેક્ટ્રિક પોલ સાથે બાંધી માર મારનાર ઈસમ સામે ફરિયાદ દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં તાર તોડવા બાબતે માથાકુટ થતા એક ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર નરેશભાઈ રમણભાઈ વસાવા (રહે.ઢોલાર)નાઓએ આપેલી ફરિયાદ મુજબ સુરેશભાઇ ભંગાભાઇ વસાવા (રહે.ઢોલાર) નાઓનું ટ્રેકટર રજી.નં. GJ - 22 - H - 5762 લઇ અશ્વિનભાઇ ભોટીભાઇ વસાવા નાઓના ખેતરે આરા પાડવા માટે ગયેલ ત્યાંથી ઘરે પરત આવતી વખતે અશ્વિનભાઇ ભોટીભાઇ વસાવાના ઘરે ટ્રેકટરના ભાડાના પૈસા માંગવા ગયા તે વખતે ગામના વિક્રમભાઈ ઉકડિયભાઈ વસાવાએ તેમને કહ્યું કે પંદરેક દિવસ પહેલા વિજયભાઇ રાશનભાઇ વસાવાનાઓનું ખેતર ખેડતી વખતે તેં કેમ મારા ખેતરના શેઢા ઉપરના તાર તોડી નાખેલ છે . તેમ કહેતા નરેશભાઈ એ ટ્રેકટરમાં ભૂલથી આવી ગયેલ હશે તેમ જણાવતા વિક્રમભાઈએ બોચીના ભાગે ત્રણ ચાર થપ્પડ મારી નરેશભાઇનાં હાથ  ઇલેક્ટ્રીક વીજ થાંભલા સાથે બાંધી ગેરકાયદેસર અટકાયત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:10 pm IST)