Gujarati News

Gujarati News

News of Sunday, 28th May 2023

ગાંધીનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ઉકળાટમાંથી રાહત : વાતાવરણમાં ઠંડક પ્રસરી

હળવા પવન અને વીજળી સાથે છુટ્ટોછવાયો કમોસમી વરસાદ પડ્યો

ગાંધીનગર : આજે સાંજે અમદાવાદ સાથે ગાંધીનગરના વાતાવરણમાં બદલાવ સાથે કાળઝાળ ગરમી વચ્ચે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. પરિણામે હળવા પવન અને વીજળી સાથે છુટ્ટોછવાયો કમોસમી વરસાદ પડ્યો હતો. ગાંધીનગરમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પાડ્યો હતો. જેને લઇને ઉકળાટમાંથી આંશિક રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(12:05 am IST)