Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

નવજાત સિસુની માતાઓને બાળક કુપોષિત ના રહે તે અંગે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા માર્ગદર્શન કેમ્પ યોજાયો

નવજાત સિસુઓને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા બાબાસુટ અને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા સેવા જન જાગૃતિ કાર્યક્રમના અનુલક્ષીને નવજાત સિસુઓને બાબાસુટ અને રમકડાં નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન માજી નગરપાલિકા સદસ્ય પ્રતીક્ષા પટેલ અને આંગણવાડીમાં મુખ્ય ટ્રેનર એવા રમીલા પટેલ, નેહરુ યુવા કેન્દ્ર નર્મદા ના સ્વયંસેવકો આંગણવાડી ની બહેનો હાજર રહ્યા હતા. 

નવજાત સિસુની માતાઓને બાળક કુપોષિત ના રહે તેને યોગ્ય આહાર કેવો આપવો,કેવી કાળજી લેવી એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે પ્રતિક્ષાબેન પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં નવજાત શિશુઓ અને માતાઓને સુપોષિત બનાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર અનેક યોજનાઓ ચલાવે છે ભારત સરકાર ના નિતી આયોગ આ બાબતોને ખુબ ધ્યાનથી જુવે છે અને કોઈ પણ બાળક કે માતાઓ કુપોષિત ના રહે એ માટે પોષણ સુધા યોજનામાં શુદ્ધ પૌષ્ટિક આહાર આંગણવાડીઓમાં ખવડાવામાં આવે છે, અમારા નહેરુ યુવકેન્દ્ર ના સ્વયંસેવકો ધાત્રી માતાઓ હોય કે સગર્ભા માતાઓ હોય તેમના બાળકો સહીત કાળજી લઈને આંગણવાડી કેન્દ્ર માં જાણ કરે અને ખાસ કાળજી રાખવાની બાબતો અંગે જાગૃતિ નું કામ પણ કરે છે. આજે આ કાર્યક્રમ થકી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા માહિતી સાથે જેટલા પણ નાના બાળકો હતા તેમને શિયાળાની ઠંડીમાં રાહત રહે એવા પોશાક, બાબાસૂટ અને રમકડાં આપવામાં આવ્યા હતા.

(11:48 pm IST)