Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

નર્મદા સાહિત્ય સંગમની બીજી સાહિત્ય બેઠક એકતાનગરના આરોગ્ય વન ખાતે યોજાઈ

નર્મદા સાહિત્ય સંગમ "ના 2023ના વર્ષની નવી કારોબારીની સર્વાનુમતે રચના કરાઇ :પ્રમુખપદે દીપક જગતાપ અને મહામંત્રી પદે લાલસીંગ વસાવાની વરણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા સાહિત્ય સંગમની બીજી સાહિત્ય બેઠક એકતા નગરના આરોગ્ય વનમાં યોજવામાં આવી હતી . જેમાં નવ જેટલાં કવિ મિત્રોએ પ્રાકૃતિક માહોલમા પોતપોતાની કવિતાઓ રજૂ કરી સાહિત્યિક માહોલ ઉભો કર્યો હતો આ પ્રસંગે સાહિત્ય સંસ્થાનું નવું  નામ "નર્મદા સાહિત્ય સંગમ " નક્કી કરી 2023ના વર્ષની નવી કારોબારીની સર્વાનુમતે રચના કરવામા આવી હતી .

નર્મદા જિલ્લામા સાહિત્યની પ્રવૃત્તિઓ વધુ વેગવાન બને અને નર્મદાના વધુ સાહિત્યિક મિત્રો જોડાય એ માટે ચર્ચા કરવામાં આવી. ભવિષ્યમા ગુજરાત અને દેશભરના સાહિત્યકારોનું સંમેલન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાય તે માટે સરકારમા રજુઆત કરવા સર્વાનુમતે એક ઠરાવ પસાર કરાયો હતો.એ ઉપરાંત નર્મદા જિલ્લાના

નવોદિત લેખકો, કવિઓને પ્લેટફોર્મ અને માર્ગદર્શન મળે તેં માટે વર્કશોપ, સેમિનાર અને કવિ સંમેલન યોજાય તે અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી. આગામી દિવસો મા ભરૂચ, વડોદરા, સુરત સહીતનાં અન્ય જિલ્લાના સાહિત્યકારો સાથે નર્મદા સાહિત્ય સંગમનો શુભગ સમન્વય થાય તેવા સંયુક્ત કાર્યક્રમો યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમ ના પ્રમુખ દીપક જગતાપ અને સહમંત્રી ઘનશ્યામ કુબાવત ના માતાના દુઃખદ અવસાન બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી સદ્દગતના માનમાં બે મિનિટનું મૌન પળાયું હતું.

 નર્મદા સાહિત્ય સંગમના 2023ના વર્ષની કારોબારીની રચના સર્વાનુમતે કરાઈ હતી.જેમાં

1) પ્રમુખ - દીપક જગતાપ 

 2) ઉપ પ્રમુખ -રાકેશ  સગર/નમિતા બેનમકવાણા 

3)મહામંત્રી -લાલસીંગ વસાવા 

4) મંત્રી -હિતેશ ગાંધી /નગીન વણકર 

5) સહ -મંત્રી- ઘનશ્યામ

કુબાવત/હરિવદન પાઠક

6)ખજાનચી /મીડિયા ઇન્ચાર્જ -ભાવિકા બેન પટેલ7) ઓડિટર -ઝહીર મન્સૂરી.

(11:44 pm IST)