Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સીલસીલો જારી...ધાનપોર ગામના માર્ગ પર શનિવારે ફરી ફરી દીપડો દેખા દેતા લોકોમાં ભય

અગાઉ સતત બે દિવસ દીપડૉ દેખાયા બાદ ત્રીજા દિવસે પણ દીપડો લટાર મારતા પશુ પાલકો અને ગ્રામજનોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ધાનપોર ગામમાં લટાર મારતાં દીપડાનો સિલસિલો જારી રહેતા લોકો ભયનાં ઓથા હેઠળ જીવી રહ્યા છે અગાઉ બે દિવસ માર્ગ પર દીપડો ફરતો જોવા મળ્યા બાદ ફરી શનિવારે સવારે દીપડો દેખાતા હાઇવે માર્ગ પર આવતા જતાં વાહન ચાલકો પણ ફફડી રહ્યા હતા જોકે આ બાબતની જાણ વન વિભાગ ને કરાઇ નથી નહિ તો વન વિભાગ પાંજરું મૂકી દીપડા ને ઝબ્બે કરવા કામગીરી કરત પરંતુ હાલમાં ગ્રામજનો અને ગામના હાઇવે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો દીપડા ને અચાનક જોઈ કાંપી રહ્યા છે માટે ગ્રામજનો આ માટે વહેલીતકે વન વિભાગને જાણ કરી દીપડા પાંજરે પુરાઇ તેવા પ્રયાસ ક

(11:37 pm IST)