Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટાટા મોટર્સ કંપનીના વેરહાઉસમાંથી ચાવીના સંખ્યાબંધ રીમોટોની ચોરી કરતી ગેંગને સાણંદ જીઆઇડીસી પોલીસે સંકજામાં લીધી

- પોલીસે પાંચ આરોપીઓની ધરપકડઃ ગણતરીના દિવસોમાં તમામ આરોપીઓ જેલના હવાલે

મદાવાદ: પોલીસ આમ તો ચોરીના ગુનામાં અનેક આરોપીઓને અગાઉ પકડતી રહે છે. પરંતુ ક્યારેક ચોરીની વસ્તુઓ અને ચોરી કરનારાંઓની મોડેશ ઓપરેન્ડી સાંભળી પોલીસ ચોકી જતી હોય છે. સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં આવી જ એક ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ચોરીમાં ગયેલ મુદ્દા માલ કોઈ સોના ચાંદીની વસ્તુ નહીં પરંતુ કારમાં રિમોટની ચોરી થઈ હતી.

પોલીસ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા પાંચ આરોપીઓને ચોરીમાં ગયેલો તમામ મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે. ઘટના અંગે વાત કરીએ તો સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટાટા મોટર્સ કંપનીના વેરહાઉસમાંથી ચાવીના સંખ્યાબંધ રીમોટોની ચોરી થવાની ફરિયાદ કંપનીના મેનેજરે આપી હતી. જે અંગે સીસીટીવી અને લોકોને પૂછપરછ કરતા પાંચ આરોપીઓની ધરપકડ પોલીસે કરી હતી. આરોપીઓ પૈકી રાકેશ પંચાલ, હિમ્મત વણઝારા, પ્રદીપ ધોરડીયા , રાજેશ ધોરડીયા અને કરશન પટેલ નામના તમામ આરોપીઓને પકડી વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.3

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી રાકેશ પંચાલ, પ્રદીપ ધોરડીયા અને રાજેશ ધોરડીયા કંપનીમાં લેબર તરીકે કામ કરતા હતા. આ તમામ આરોપીઓ ચોરીના મુદ્દામાલને માર્કેટમાં સસ્તાભાવે વેચવાના હતા. જોકે તે પહેલાં જ પોલીસ ગિરફતમાં આવી ગયા. આ કેસમાં અન્ય આરોપીઓની સંડોળી હોવાનું સામે આવી રહી છે જેને પગલે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. જેથી તપાસમાં વધુ ખુલાસો સામે આવી શકે છે પરંતુ મહત્વ નું છે કે આટલી બધી કિંમતનું રિમોટની ચોરીના આરોપીઓને પોલીસ ગણતરીના દિવસોમાં પકડીને તમામને જેલના હવાલે કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં આવી જ એક ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેથી તે મામલે વધુ તપાસ હાથ ધરી અને તપાસ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને અત્યારે જેલના હવાલે કર્યા છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી દીધો હતો.

(11:33 pm IST)