Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

પેપર ફોડનારા કેતન હાર્દિક જીવે છે વૈભવી જીવન કરોડોની સંપત્તિ

- જુનીયર કલાર્કના લાખો પરીક્ષાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારા મેડીકલ –નર્સીગ કોલેજ ધરાવે છે

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી પરીક્ષાનું પેપર ફોડનાર 15ની ધરપકડ કરાઈ છે. જ્યારે એકની ધરપકડ માટે ATSની ટીમ ઓડિશા પહોંચી છે. ગુજરાતના 5 અને અન્ય રાજ્યના 10 આરોપીની ધરપકડ કરાઈ છે. વડોદરાના બે આરોપી, અરવલ્લીનો એક આરોપી અને સુરતના એક આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે એક આરોપી પશ્ચિમ બંગાળ અને એક આરોપી ઓડિશાનો છે..જ્યારે આ સિવાયના તમામ આરોપી બિહારના છે.

આ તમામ આરોપીની પૂછપરછમાં નવા અનેક ખુલાસા થઈ શકે છે. ઉલ્લેખનીય છે સાબરકાંઠાનો એક આરોપી મેડિકલ કોલેજ સાથે સંકળાયેલો છે. જ્યારે અરવલ્લીના બાયડનો કેતન બારોટ વૈભવી જીવન જીવે છે. કેતન બારોટ અમદાવાદ અને બાયડમાં કરોડો રૂપિયાની સંપતિ ધરાવે છે.

પ્રાંતિજના વદરાડ ગામનો હાર્દિક શર્માની સંડોવણી સામે આવી છે. અગાઉ હેડક્લાર્ક ભરતી કૌભાંડમાં પ્રાંતિજ એપી સેન્ટર રહ્યુ હતું. હાર્દિક શર્મા એ વખતે પણ ચર્ચામાં રહ્યો હતો, પરંતુ પોલીસ પકડથી દૂર રહ્યો હતો. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે, હાર્દિક શર્મા નર્સિંગ કોલેજોમાં હિસ્સો ધરાવે છે. અમદાવાદ અને સાબરકાંઠામાં નર્સિંગ કોલેજોમાં હિસ્સો ધરાવે છે. તેનો અમદાવાદમાં જેતલપુર, નિકોલ અને પ્રાંતિજની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં હિસ્સો છે.

પેપરલી કૌભાંડમાં સાબરકાંઠાના હાર્દિક શર્માનું નામ પણ ખૂલ્યું છે. કેતન બારોટનો ખાસ મિત્ર હાર્દિક શર્મા પણ આરોપી છે. પ્રાંતિજના વદરાડનો હાર્દિક શર્મા નર્સિંગ કોલેજનો સહમાલિક છે. તે નર્સિંગ કોલેજોના નામે ગોરખધંધા ચલાવે છે. નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ કોલેજમાં પણ તે સહમાલિક છે. કેતન અને હાર્દિક શર્મા વૈભવી મોજશોખવાળી લાઈફના શોખીન છે.

રાજ બારોટ એ કેતન બારોટનો સાળો છે
તો બીજી તરફ, પેપરલીક આરોપી રાજ ઉર્ફે શિવમ બારોટના ઘરે અરવલ્લી પોલીસ પહોંચી હતી. બાયડના ગાબટ રોડ પર આવેલા શિવમ બારોટના ફ્લેટ પર સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, રાજ બારોટ એ કેતન બારોટનો સાળો છે. બાયડના કેતન બાદ રાજ બારોટનું નામ પણ સામે આવ્યું હતું. જેમાં ખૂલ્યુ કે, આરોપી કેતન બારોટનો સાળો રાજ બારોટ છે. છેલ્લા ૧૫ દિવસથી રાજ બારોટ સતત કેતન સાથે જ હતો. હાલ પોલીસે રાજ બારોટ પણ પકડી લીધો છે.

(11:09 pm IST)