Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સુરતમાં સંક્રાંતના 14દિવસ બાદ પણ લટકતા દોરાએ યુવકનું જીવન ટુંકાવ્યું

સુરત:મકરસંક્રાંતિના 14દિવસ બાદ લટકતા દોરાથી સુરતમાં યુવકનું ગળું કપાતા મોટ થતા અરેરાટી વ્યાપી ગયેલ

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. પીયૂસ પોઇન્ટ બ્રિજ ઉપર પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાયું છે. ઘટનાની જાણ થતા લોકોએ 108 ને ફોન કરતા 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકે સિવિલ હોસ્પિટલે દાખલ કર્યો હતો. જો કે, યુવકનો જીવ બચાવી શકાયો નહતો અને તે મોતને ભેટ્યો હતો.

 

કાળનો કોળિયો બનેલા યુવકનું નામ અકમલ અજદાની છે અને તેની ઉંમર 38 વર્ષની હતી, તે સુરતના કૈલાશ નગરમાં રહેતો હતો. મળતી માહિતી પ્રમાણે અકમલ ઘરથી મોટા ભાઈ મોહમદ અજમલને ત્યાં જવા નીકળ્યો હતો. આ દરમિયાન તેને દોરી વાગતા મોતને ભેટ્યો. અકમલ સ્ટોન ચોંટાડવાનું કામ કરતો હોવાનું હતું.પરિવારે જણાવ્યું બે ભાઈઓમાં અકમલ નાનો હોવાનું અને મૂળ બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

(10:15 pm IST)