Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ભરૂચ નગરપાલિકાના લીધે શહેરમાં અંધારપટ :વીજ કંપનીનું કરોડોનું બિલ બકી

ડીજીવીસીએલ એ બિલ ન ભારત 80 સ્ટ્રીટ લાઈટ કાપી નાખી

ભરૂચમા રાજ્યની અનેક પાલિકાઓ આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યાંરે ભરૂચમાં વીજ કંપની જોડે બિલ ભરવામાં પાલિકાનું EMI નું સેટલમેન્ટ પણ જામ્યું નહિ

આ વખતે ભરૂચના નેતાઓની પોહચ પણ DGVCL ના હાલના MD અને એક સમયના ભરૂચના DDO યોગેશ ચૌધરી સામે ના ચાલી

ત્રણ દિવસથી મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં અંધારાને લઈ પ્રજા અને પોલીસની જવાબદારી વધી

અંકલેશ્વર પાલિકા સ્ટ્રીટ લાઈટનું બિલ ટુકડે ટુકડે ભરતી રહેતા અંધકારપટમાંથી પ્રજા બચી

ઓવર કોન્ફિન્સમાં રહેલી ભરૂચ પાલિકાના પાપે આ વખતે ભરૂચના શહેરીજનોને ઇતિહાસમાં અંધકાર પટની પહેલીવાર ભેટ મળી છે.

ભરૂચ નગર પાલિકાનું દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં વોટર વર્ક્સ તેમજ સ્ટ્રીટ લાઈટનું ₹6.13 કરોડનું વીજ બિલ બાકી હોવાના કારણે પ્રજાસતાક પર્વના બીજા દિવસથી જ વીજ કંપનીએ કરોડોના બાકી બિલને લઈ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોના સ્ટ્રીટ લાઈટના 80 જોડાણો કાપી નાખ્યા છે.

(7:47 pm IST)