Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સરકારી નોકરી 9.40 લાખ યુવાનોની મહેનત એળે

ગાંધીનગર: રાજ્યમાં 9 વર્ષમાં 8.8 સરકારી પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના બનતા ગુજરાતના યુવાઓની ઈચ્છાઓ અને મહેનત ઉપર પાણી ફરી વળ્યું .ત્યારે ફરી આજે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટના બનતા 8.50લાખ થી વધુ યુવાઓ મુશ્કેલીમાં મુકાયા

 

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક 552 જગ્યાની પરીક્ષા માટે રાજ્યના વહીવટી તંત્રે પણ છેલ્લા કેટલાક દિવસોથી તનતોડ તૈયારી કરી હતી. ગુજરાતના 33 જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર રવિવારે સવારે 11 થી 12 કલાક પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં 70,000 કર્મચારીઓનો સ્ટાફ અને 7500 પોલીસ કર્મચારીઓને ગોઠવી દેવાયા હતા. રાજ્યમાં 939 રૂટ, 42 જેટલા સ્ટ્રોંગરૂમ અને 291 ફ્લાઈંગ સ્કવોર્ડ પણ રચી દેવાઈ હતી.

બીજી તરફ 9 લાખ 53 હજાર 723 પરિક્ષાર્થીઓ એ પણ રાત દિવસો એક કરી સરકારી નોકરી માટે જીજાન લગાવી મહેનત કરી હતી. કેટલાકની સરકારી નોકરી માટે ઉંમરના બાધ વચ્ચે છેલ્લી તક અને આશ હતી.

તો કેટલાક પોતાની હાલની નોકરીમાં રજા, અભ્યાસમાં બ્રેક લઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે સજ્જ થયા હતા. શનિવાર રાતથી જ નર્મદા જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા ઉમેદવારો આવવાના શરૂ થઈ ગયા હતા.

આટલી આટલી કઠીનાઈઓ છતાં ઉમેદવારો જેમ તેમ કરી આજે રવિવારે મળસ્કેથી જ આવી પોહચ્યા હતા. તો કેટલાક હજી રસ્તામાં હતા. ત્યારે જ પેપર લીક થતા પરીક્ષા મોકૂફ કરાઈ હોવાની જાણ થતાં ઉમેદવારો નાસીપાસ થઈ ગયા હતા.

હવે ક્યારે ફરીથી નવી તારીખો જાહેર થશે અને ત્યારે પણ પાછું પેપર ફૂટતા પરીક્ષા રદ થઈ તો શું. સરકારી નોકરી માટે ઉંમર વીતી રહી છે. હવે પરીક્ષા અપાશે કે નહીં. સહિતના મનમાં ઘુધવાતા અનેક સવાલો વચ્ચે સરકારે વતન જવા ST બસમાં મુસાફરીની જાહેરાત કરતા ઉમેદવારો બસ સ્ટેશન અને સ્ટેન્ડ તરફ વળ્યા હતા.

વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, જામનગર રાજ્યના એસટી સ્ટેશન, ડેપો, બસ સ્ટેન્ડ ઉપર ઉમેદવારોનો ઘસારો શરૂ થઈ ગયો હતો. એસ.ટી. વિભાગે રવિવાર વચ્ચે વ્યવસ્થા કરવા તાત્કાલિક સ્ટાફ મૂકી વિદ્યાર્થીઓને વતન રવાના કરવા કવાયત શરૂ કરી હતી. GSRTC તબડતોબ સ્ટાફ અને બસો ખડકી ઉમેદવારોને વતન રવાના કરવના શરૂ કર્યા હતા. જ્યારે અન્ય રૂટો ઉપરથી પણ બસોમા ઉમેદવારોને બેસાડવામાં આવી તેમના ઘરે મોકલવામાં આવી રહયા છે.

· જુઓ ગુજરાતમાં ક્યારે ક્યારે પેપર ફૂટ્યા

2014- રેવન્યુ તલાટીની ભરતી


 

2014- ચીફ ઓફિસર


 

2015- તલાટીની પરીક્ષા


 

2018- મુખ્ય સેવિકાની પરીક્ષા


 

2018- નાયબ ચિટનીસની પરીક્ષા


 

2018- લોક રક્ષક દળ


 

2018- શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT


 

2019- બિન સચિવાલય ક્લાર્ક


 

2021- હેડ ક્લાર્ક


 

2021- DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી


 

2021- સબ-ઓડિટર


 

2022-વનરક્ષકનું પેપર ફૂટ્યું


 

2023- જૂનિયર કલાર્ક

(7:38 pm IST)