Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ; ના ઉભા પાક તણાયા :મોટું નુકશાન

અમદાવાદ:ગુજરાતમાં ગત સપ્તાહ સુધી ભારે ઠંડીના કારણે લોકો ઠૂંઠવાયા હતા તેવામાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં માવથી પડતા પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે

ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતો અને ઇટોના ભઠ્ઠા સહિત અનેક ક્ષેત્રમાં કરોડો રૂપિયાનું નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે દિવેલા, ઘઉં, રાયડો, વરિયાળી વગેરે જેવા અનેક પાકોને નુકશાન થવા જઇ રહ્યું છે. તે ઉપરાંત ઇટો પાડતા ભઠ્ઠાવાળાઓને પણ લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

કમોસમી વરસાદના કારણે સૌથી વધારે નુકશાન ખેડૂતોને ઉઠાવવું પડી શકે છે. જોકે, આ નુકશાનની અસર આગામી દિવસોમાં ભાવ વધારા સાથે સામાન્ય લોકો ઉપર પડશે. આગામી દિવસોમાં ઘઉં અને રાયડાના તેલ સહિતના ભાવો ઉચકાઇ શકે છે. તે ઉપરાંત ઇટોના ભાવમાં વધારો કન્સ્ટ્રક્શન ક્ષેત્રના ભાવને ઉંચા લઇ જઇ શકે છે.

આ કમોસમી વરસાદના કારણે લગ્ન પ્રસંગો સહિતના અન્ય પ્રસંગોમાં પણ ભંગ પડ્યો છે. લોકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

(8:21 pm IST)