Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સુરતમાંથી અધધ 4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્કની નોટો સાથે ૬ ની ધરપકડ

નોટના બન્ડલ પર ઉપર અને નીચે ઓરીજનલ નોટ મૂકી અંદર ડુપ્લીકેટ નોટ પધરાવી દેતા

:ડાયમન્ડ નગરી સુરતમાં વધુ એક કારસ્તાન ઝડપાયું છે. બાળકોને રમવાની ચલણી નોટો લોકોને પધરાવી દેવાની પેરવી કરતા ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સૂરતમાં 4 કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્કની નોટ ઝડપી લેવામાં પોલીસને સફળતા સાંપડી છે. પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના કોમ્પલેક્ષમાં સર્ચ ઓપરેશન હાથ ધરી ચિલ્ડ્રન બેન્કની નોટ ઝડપી લીધી હતી.

 

Ats અને sog પોલીસે સહિયારું ઓપરેશન હાથ ધરી 500 અને 2000ના દરની નકલી નોટ ઝડપી લીધી હતી. સાથે જ 6 શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

 

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા 99 શોપિંગમા ત્રીજા માળે એટીએસ અને સુરત એસઓજીએ સંયુક્ત રેડ કરી ચાર કરોડથી વધુની ડુપ્લીકેટ નોટો ઝડપી પાડી હતી.લોકોને બોલાવી નવી નોટ આપવાનું બહાનું કરી નોટના બન્ડલ પર ઉપર અને નીચે ઓરીજનલ નોટ મૂકી અંદર ડુપ્લીકેટ નોટ પધરાવી દેતા હતા. હાલ ચાર જેટલા લોકો સાથે નોટની ડિલ ચાલતી હતી. પરંતુ હજુ સુધી કોઈ સાથે સોદો થયો ન હોવાનું પણ બહાર આવ્યું છે.જેની પૂછપરછમાં અનેક ધડાકા થયા છે.જેમાં આરોપીઓ નકલી નોટના બંડલમાં ઉપર એક નોટ ઓરીજનલ મૂકીને નકલી નોટો પધરાવી દેતા હતા. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

વધૂમાં આરોપીઓ ઓછી રકમની ગોલ્ડ આપવાની પણ લોભામણી જાહેરાત કરતા હતા. જેથી ડુપ્લીકેટ ગોલ્ડ પણ રાખતા હતા. આ ગેંગના મુખ્ય આરોપી મનસુખ ભાઈ અગાઉ એક ચિટિંગના આરોપી સાથે મળી અને કામ કરતા હતા.

 

જોકે તે આરોપીનું મોત થયા બાદ તેમની પાસેથી ટિપ્સ મેળવી આ ગેંગ છેતરપીંડી અચરતા હતા. પોલીસે હાલ આ મામલે 6 શખ્સની ધરપકડ કરી 4 કરોડ ઉપરાંતની ડુપ્લીકેટ નોટ તેમજ 16 હજારની ઓરીજનલ નોટ અને 50 સોના અને 10 ચાંદીની લગડી પણ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(7:31 pm IST)