Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

રદ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા ની નવી તારીખો આજે જાહેર થવા સંભવ

જુનિયર ક્લાર્ક માટેની પરીક્ષાના પેપર લીક થતા આજે લેવાના પરીક્ષાઓ મોકૂફ રહી છે ત્યારે આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે આજે જ થશે નવી પરીક્ષાની તારીખનું એલાન.. ચાર વાગે બેઠક મળી રહી છે અને સંભવત: પત્રકાર પરિષદમાં વિગતો જાહેર થશે.

ગાંધીનગર :જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની  તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે.

પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની હતી પરંતુ પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થઇ જતાં પરીક્ષા આજે રદ કરાઇ છે.  એટીએસે કાર્યવાહી કરતા 15થી વધુ લોકોની અટકાયત કરી છે અને નાયક નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

 

 

રાષ્ટ્રપતિ ભવન ખાતે નવા નામકરણ થયેલા અમૃત ઉદ્યાનનું ઉદઘાટન

P- Bhavan

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે નવા નામકરણ થયેલા અમૃત ઉદ્યાનના ઉદઘાટનમાં હાજરી આપી હતી. જાહેર જનતાને માટે  ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ થી ૨૬ માર્ચ, ૨૦૨૩ સુધી અમૃત ઉદ્યાનની મુલાકાત લેવા આમંત્રણ પાઠવાયું છે. અમૃત ઉદ્યાનનું જૂનું નામ મુઘલ ગાર્ડન હતું.

(2:17 pm IST)