Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ગામમાં ગૂંગળામણથી એક પરિવારના ૪ સભ્યો બેભાન અવસ્થામાં મળ્યાઃ ૧૪ વર્ષના માસુમ બાળકીનું મોત

વહેલી સવારે ઘરકામ કરતી મહિલાએ દરવાજો ના ખોલતા પોડોશીને કાંઈક અજૂગતું બન્યાની શંકા જતા પાડોશીએ દરવાજો તોડીને ઘરની અંદર ગયાં હતાં. ત્યારે પરિવારના તમામ સભ્યો જમીન પર બેભાન અવસ્થામાં મળ્યાં હતાં

સુરતઃ સુરત શહેરના પાંડેસરા વિસ્તારના વડોદ ગામમાં ગેસ ગૂંગળામણથી એક પરિવાર બેભાન થયાની ઘટના સામે આવી છે. રોજ વહેલી સવારે ઘરકામ કરતી મહિલાએ દરવાજો ના ખોલતા પોડોશીને કાંઈક અજૂગતું બન્યાની શંકા જતા પાડોશીએ દરવાજો તોડીને ઘરની અંદર ગયાં હતાં. ત્યારે પરિવારના તમામ સભ્યો જમીન પર બેભાન અવસ્થામાં મળ્યાં હતાં. પાડોશીઓએ તાત્કાલીક ધોરણે 108 બોલાવીને પરિવારના તમામ સભ્યોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં ડોક્ટરે તપાસ દરમિયાન 14 વર્ષની બાળકીને મૃત જાહેર કરવામાં આવી છે. જ્યારે ત્રણ બાળકો અને મહિલા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.

(12:53 pm IST)