Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

વડોદરામાં સયાજીબાગ બહાર રેકડી ચલાવતી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસઃ હાથ પર ચપ્પુના ઘા ઝીંકી નસ કાપી

દબાણ શાખાની ટીમ અને પોલીસે મહિલાને લારી હટાવવાનું કહેતા જ મહિલા ઉશ્કેરાયા અને પોલીસની નજર સામે જ પોતાના હાથ પર ચપ્પુના ઘા ઝીંકી નસ કાપી હતીઃ સ્‍થળ પર અફરા- તફરીનો માહોલ સર્જાયોઃ પોલીસે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી

વડોદરાઃ  વડોદરામાં સયાજીબાગ બહાર રેકડી ચલાવતી મહિલાએ  આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.  દબાણ શાખાની ટીમ અને પોલીસે મહિલાને લારી હટાવવાનું કહેતા જ મહિલા ઉશ્કેરાયા અને પોલીસની નજર સામે જ પોતાના હાથ પર ચપ્પુના ઘા ઝીંકી નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવને પગલે થોડો સમય તો અફરા- તફરીનો માહોલ જોવા મળ્યો હતો.  પોલીસે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. નોંધનીય છે કે સયાજીબાગમાં બાળમેળાનું આયોજન કરાયું હોવાથી મોટી સંખ્યામાં બહાર લારીઓ લાગી હતી.  ત્યારે આજે સવારથી જ દબાણ શાખા અને પોલીસ કર્મચારીઓની ટીમે દબાણ દૂર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન   દબાણ શાખાની ટીમ અને પોલીસે મહિલાને લારી હટાવવાનું કહેતા જ મહિલા ઉશ્કેરાયા અને પોલીસની નજર સામે જ પોતાના હાથ પર ચપ્પુના ઘા ઝીંકી દિ

(12:23 pm IST)