Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સુરત પોલીસ પણ પુષ્પાના રંગે : ''નમવાનું નહીં, 100 નંબર ડાયલ કરવાનો' લોકોને આપ્યો સંદેશ

પુષ્પાના અંદાજમાં જ સુરત પોલીસ કહી રહી છે કે, શહેરમાં કશું જ ઈલ્લીગલ દેખાય, તો નમવાનું નહીં, 100 નંબર ડાયલ કરવાનો: શહેરમાંથી ગુનાખોરીને ડામવા માટે શહેરીજનોને સહકાર આપવા સંદેશો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલના સમયે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'નો ક્રેઝ ચાલી રહ્યો છે.

જાણીતી હસ્તીઓ 'પુષ્પા'ના વિવિધ ડાયલોગ અને ગીત પર સોશિયલ મીડિયામાં રીલ બનાવી રહ્યાં છે. એવામાં સુરત પોલીસ પણ પુષ્પાના રંગે રંગાયેલી જોવા મળી રહી છે.

સુરતીઓની સમસ્યાના નિવારણ તેમજ ગુનાખોરીને ડામવા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ફેસબુક અને ટ્વીટરના માધ્યમ થકી સતત લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે.

સુરત પોલીસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર એક અનોખી પોસ્ટ કરી છે. જેમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'ના ડાયલૉગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં પુષ્પાના અંદાજમાં જ સુરત પોલીસ કહી રહી છે કે, શહેરમાં કશું જ ઈલ્લીગલ દેખાય, તો નમવાનું નહીં, 100 નંબર ડાયલ કરવાનો.

જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર હાલ 'પુષ્પા'નો ભરપુર ક્રેઝ જોવા મળી રહ્યો છે. પોતાની આ પોસ્ટ થકી સુરત પોલીસ શહેરમાંથી ગુનાખોરીને ડામવા માટે શહેરીજનોને સહકાર આપવા સંદેશો આપી રહી છે.

(12:02 am IST)