Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રાજપીપળામાં પરીવારથી પીડિત મહિલાને અભયમ 181 મહિલા હેલ્પ લાઇનની ટિમ મદદરૂપ થાજ

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા માં રહેતા એક પીડિત મહિલાને તેમના દીકરી, દીકરો અને પતિ મારે છે. અને ઘર માંથી કાઢી મૂકતા હોય એક વ્યક્તિએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરતા રાજપીપલા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી

મળતી માહિતી મુજબ પીડિત મહિલાનો એક દીકરો અને એક દીકરી છે.દીકરીનાં લગ્ન થઈ ગયા છે. પરંતુ તે સાસરીમાં રહેતા નથી, તેમના પતિ અને દીકરો - દીકરી ત્રણેય આ મહિલાને માર મારી તેમના માથાનાં બધા વાળ કાપી નાખ્યાં હતાં આ પીડિત મહિલાને ઘરના જ સભ્યો શારીરિક/ માનસિક રીતે ત્રાસ આપતા હોય,તારી બહેનનાં ઘરે જતી રહે અહીંયા રહેતી ના તેવી રોજ ધમકી આપતા હોવાથી અભયમ ટીમે સામે પક્ષનું કાઉંસેલીંગ કરી કાયદાકીય માહિતી આપી જરૂરું સલાહ -સૂચનો આપતા પતિ,પુત્ર અને દીકરીએ જણાવતા કે હવે પછી અમે આ રીતે ગેર વર્તન નહિ કરીએ તેમજ સારી રીતે રાખીશું  તેમ જણાવી તેમની ભૂલ સ્વીકારી હતી તેથી લખાણ કરી અને બંને પારિવારિક ઝગડાનું નિરાકરણ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.

(11:36 pm IST)