Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

નર્મદા જિલ્લામાં તા.૩૦ મી જાન્યુઆરી થી તા.૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરાનારું રક્તપિત્ત જનજાગૃત્તિ અભિયાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે  જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા ક્ષય અધિકારી અને ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઝંખનાબેન વસાવા, જિલ્લા લેપ્રસી અધિકારી ડૉ.હેતલભાઇ ચૌધરી અને ડૉ.હિરેનભાઇ પ્રજાપતિ સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં તા. ૩૦ મી જાન્યુઆરી થી ૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત હાથ ધરાનારા રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનના આયોજન અંગે આડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઇ હતી.  

બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, સ્પર્શ લેપ્રસી અવેરનસ કેમ્પેઇનનો માઇક્રોપ્લાન, જિલ્લા, તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્યકક્ષાએ જન જગૃત્તિ અભિયાન થકી લોકોમાં જાગૃત્તિ આવે તે રીતના પ્રયાસ હાથ ધરવા તેમજ જે લોકોને ચામડી પર આછું, ઝાખું, રતાશ પડતું કે અન્ય કોઇ ચાઠું મળી આવે તો સઘન તપાસ અને સારવાર નિયત સમયગાળામાં સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા, જિલ્લામાં લેપ્રસીના દરદીઓનું સમયસર ફોલોઅપ લેવાની સાથે શાહે જરૂરી સૂચનો  અને માર્ગદર્શન પણ  પુરૂં પાડ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જિલ્લાને રક્તપિત્તથી મુક્ત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે રક્તપિત્તના નવા દરદીઓને શોધીને સઘન સારવાર થકી રોગને નાબૂદ કરવાની સાથે આ અભિયાન થકી રક્તપિતના કોઇ દરદી રહી ન જાય તે માટે સુચારૂં આયોજન કરીને નજીકના ભવિષ્ય માં રક્તપિત્ત મુક્ત ભારત બનાવવાની પલસાણાએ હિમાયત કરી હતી. 
જિલ્લા લેપ્રસી અધિકારી ડૉ.હેતલભાઇ ચૌધરીએ  લોકોમાં જનજાગૃત્તિ વધે તે હેતુસર તા.૩૦ મી જાન્યુઆરી થી તા.૧૩ મી ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમિયાન  યોજાનારા રક્તપિત્ત જનજાગૃત્તિ અભિયાન દરમિયાન અભિયાનમાં જિલ્લાના પાંચેય તાલુકાઓમાં વર્ચ્યુઅલ ગ્રામ સભા- ગ્રામ સંજીવની બેઠક, આરોગ્ય તપાસણી, રક્તપિત્ત બેનર વિતરણ, રક્તપિત્ત સ્ટીકર, ભીંતસુત્રો, માઇકીંગ, રક્તપિત્ત પત્રિકા વિતરણની સાથે દરેક જિલ્લા ગ્રામ્યકક્ષાએ થનાર ગ્રામસભામાં જિલ્લા કલેકટરશના રક્તપિત્ત જનજાગૃત્તિ અંગેના સંદેશાનું વાંચન કરવા ઉપરાંત કરેલા આયોજનની વિગતવાર જાણકારી ચૌધરીએ પુરી પાડી હતી. બેઠકના અંતે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ સહિત ઉપસ્થિત અમલીકરણ અધિકારીઓએ  સ્પર્શ રક્તપિત્ત જાગૃત્તિ અભિયાનના સામૂહિક શપથ લીધા હતા.

(11:30 pm IST)