Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

રાજપીપળા એસટી ડેપોમાં નેટ બંધ થતાં 5 દિવસથી પાસ અને ઓનલાઈન બુકીંગ ઠપ:મુસાફરોને મુશ્કેલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા ગણાતા રાજપીપળા એસટી ડેપોમાં છેલ્લા પાંચ દિવસથી ઇન્ટરનેટ સેવા બંધ થતાં મુસાફર અને વિદ્યાર્થીઓના પાસની સાથે સાથે ઓનલાઈન બુકીંગ બંધ થઈ જતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે

એસટી ડેપોના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા પાંચ દિવસથી ડેપોમાં લાગેલું બીએસએનએલનું નેટ કોઈક કારણોસર બંધ હોવાથી હાલમાં એસટી પાસ અને ઓનલાઈન બુકીંગ બંધ છે, જોકે આ બાબતે અમે ફરિયાદ આપી હોવાથી  બીએસએનએલના કર્મચારી વિઝીટ કરી ગયા છે હવે ક્યારે ચાલુ થશે એ હાલ કહી શકાય નહીં પરંતુ હાલમાં ઓનલાઈન બધું બંધ છે.

(11:28 pm IST)