Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારના રાજમાં કાયદો વ્યવસ્થા કથળી : આવારા તત્વોને કોઈ ડર ના હોય એવી રીતે ખુલ્લેઆમ નિર્દોષને રહેંસી નાખવામાં આવે છે ધંધુકામાં ફાયરિંગમાં માલધારી સમાજના કિશન ભરવાડની હત્યા મામલે પોલીસ તટસ્થ તપાસ કરી આરોપીઓને સખ્ત માં સખત સજા કરે : ઇશુદાન ગઢવી

મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવાર ને સાંત્વના આપતા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા

રાજકોટ તા.૨૯ અમદાવાદ જીલ્લાના ધંધુકામાં 3 દિવસ પૂર્વે થયેલ ફાયરિંગમાં માલધારી સમાજના યુવાન કિશન ભરવાડની હત્યા થઈ હતી આ બનાવના પગલે આજે AAP પ્રદેશ નેતા ઇશુદાનભાઈ ગઢવી મૃતક યુવાનને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવાર ને સાંત્વના આપવા ચચાણા ગામ પહોંચ્યા હતા.

        ધંધુકા ફાયરિંગ પ્રકરણના પડઘા આખા રાજ્યમાં પડી રહ્યા છે ત્યારે અનેક સમાજ સંગઠનો રાજકીય નેતાઓ આગળ આવી રહ્યા છે ત્યારે અજરોજ આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાનભાઈ ગઢવી એ ચચાણા ગામે મૃતક યુવકના પરિવારને મળવા પહોંચ્યા હતા.

 સાથે આપ પાર્ટીના મનોજભાઈ સોરઠીયા, સાગરભાઈ રબારી પણ હતા આ તકે ઇશુદાનભાઈ ગઢવીએ સ્વ. કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપી તેમના પરીવારની મુલાકાત કરી હતી.

      ઇશુદાનભાઈ ગઢવીએ પત્રકારો ને જણાવતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારના રાજમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે આવારા તત્વોને કોઈ ડર ના હોય એવી રીતે ખુલ્લેઆમ કોઈ નિર્દોષને રહેંસી નાખવામાં આવે છે જેમાં માલધારી સમાજના નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો છે આ મામલે પોલીસ તટસ્થ તપાસ કરી આરોપીઓને સખ્ત માં સખત સજા કરે એવી મારી માંગ છે.

(4:27 pm IST)